સ્થાપત્ય
હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગર
હાટકેશ્વર મહાદેવનું મંદિર, વડનગર : સલ્તનતકાલીન ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર. આ મંદિર નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું મૂળ સ્થાનક હોવાનું મનાય છે. તેના તલમાનમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ અને ત્રણ શૃંગારચોકીઓ આવેલાં છે. સમગ્ર મંદિર સુંદર શિલ્પો વડે વિભૂષિત છે. મંડોવર, પીઠ અને મંડપ તથા શૃંગારચોકીઓની વેદિકા પર નવગ્રહો, દિક્પાલો અને…
વધુ વાંચો >હૂડ રૅમન્ડ
હૂડ, રૅમન્ડ (જ. 21 માર્ચ 1881, પૉટકર, રહોડ આઇલૅન્ડ; અ. 14 ઑગસ્ટ 1934) : અમેરિકાના સ્થપતિ. તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારપછી 1905માં પૅરિસ ખાતે ઇકૉલ બ્યૂઝારમાં અભ્યાસ માટે જોડાયા. 1922માં તે જૉન મીડ હૉવેલ્સના સહયોગ(1868–1959)માં શિકાગો ટર્બાઇન ટાવર માટેની સ્પર્ધામાં વિજેતા બન્યા. આ ડિઝાઇન ગૉથિક…
વધુ વાંચો >હોર્ટા બેરોન વિક્ટર
હોર્ટા, બેરોન વિક્ટર (જ. 1861; અ. 1947) : બેલ્જિયમનો જાણીતો સ્થપતિ. 1878–80 દરમિયાન પૅરિસમાં શિક્ષણ લીધું. તે પછી બેલેટની (Balat) નીચે બ્રુસ્સેલ્સ અકાદમીમાં શિક્ષણ લીધું. 1892માં હોટલ ટાસ્સેલ(Tassel)ની ડિઝાઇન કરી. ત્યારથી તેણે યુરોપિયન સ્થાપત્યમાં પ્રવેશ કર્યો. તે પછી મેક્સિકન એમ્બેસીની ડિઝાઇન કરી. હોટલ ટાસ્સેલ બહારથી આશ્ચર્યચકિત કરે તેવી નથી; પરંતુ…
વધુ વાંચો >