સૂક્ષ્મજીવવિજ્ઞાન
નાઇટ્રીકરણ (nitrification)
નાઇટ્રીકરણ (nitrification) : સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિજ અને પ્રાણિજ અવશિષ્ટ દ્રવ્ય તેમજ મૃત અવશેષોમાંના એમોનિયાનું ઉપચયન કરી નાઇટ્રેટમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. એમોનિયામાંથી નાઇટ્રેટ બનવાની પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. નાઇટ્રીકરણ વિશેની માહિતી 1877માં સૌપ્રથમ સ્ક્લોશિંગ અને મુન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકોએ મેળવી હતી. જ્યારે વિનોગ્રાડ્સ્કીએ આ પ્રક્રિયા માટે જવાબદાર બૅક્ટેરિયાની શોધ કરી હતી.…
વધુ વાંચો >નાઇટ્રોજન સ્થાપક જીવાણુ (nitrogen fixing bacteria)
નાઇટ્રોજન સ્થાપક જીવાણુ (nitrogen fixing bacteria) : હવામાં રહેલ નાઇટ્રોજનનું અપચયન કરી તેને સંકીર્ણ પદાર્થમાં ફેરવવાની ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો. ડાયેઝોટ્રૉફ નામે ઓળખાતા આ બૅક્ટેરિયાનો સમૂહ મુક્ત નાઇટ્રોજન(N2)ને એમોનિયા(NH3)માં ફેરવી શકે છે. વીજળી(lightning), પારજાંબલી કિરણો અને દહનને લીધે સ્થિરીકરણ થતું હોય છે. પણ જેટલું વૈશ્વિક સ્થિરીકરણ માત્ર જૈવિક પ્રક્રિયાને આભારી હોય…
વધુ વાંચો >હડકવા (rabies)
હડકવા (rabies) : પ્રાણી દ્વારા મગજ પર સોજો કરતો વિષાણુજન્ય રોગ. તે માનવ સહિતનાં સસ્તન પ્રાણીઓના મગજમાં ચેપજન્ય સોજો એટલે કે મસ્તિષ્કશોથ (encephalitis) કરે છે. હડકવાને જલભીતિ (hydrophobia) કહે છે. તે અલર્ક (ગાંડો થયેલો કૂતરો) કૂતરો કરડે તેથી થતો હોવાથી તેને અલર્કવાત અથવા અલર્કતા (rabies) પણ કહેવાય. તેના અંગ્રેજી નામ…
વધુ વાંચો >હિલમૅન મૉરિસ રાલ્ફ
હિલમૅન, મૉરિસ રાલ્ફ (જ. 30 ઑગસ્ટ 1919, માઇલ્સ સિટી, મૉન્ટ; અ. 11 એપ્રિલ 2005, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના સૂક્ષ્મજીવવિજ્ઞાની. તેમણે 40 જેટલી રસીઓ વિકસાવી; જેમાં અછબડા, હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ B, ઓરી, મસ્તિષ્ક-આવરણશોથ (meningitis), ગાલપચોળું, રુબેલા વગેરેનો સમાવેશ થાય છે. તેમના સંશોધનકાર્યે કરોડોનાં જીવન બચાવ્યાં છે. તેમણે ઘણા દેશોમાં, એક સમયે શિશુ-અવસ્થામાં…
વધુ વાંચો >