સુધીર પ્ર. પંડ્યા
અવપરમાણુ કણો
અવપરમાણુ કણો [subatomic (fundamental) particles] દ્રવ્યના સ્વયંસંપૂર્ણ (self-contained) બંધારણીય એકમો. આને પ્રાથમિક કે મૂળકણો પણ કહે છે. 1960-65ના સમયગાળામાં અવપરમાણુ કણોનું સંશોધન એવે તબક્કે હતું કે એને પ્રાણીસંગ્રહાલય સાથે સરખાવવું કોઈને પણ વાજબી લાગે. સોથીયે વધુ આવા કણો શોધાયા હતા. એમના ભાતભાતના વિશિષ્ટ ગુણધર્મો એટલા વિચિત્ર લાગતા હતા કે દરેકનું…
વધુ વાંચો >ઇલેક્ટ્રૉન
ઇલેક્ટ્રૉન : પદાર્થની પરમાણુ-રચનાના ત્રણ મૂળભૂત સૂક્ષ્મ કણો – ઇલેકટ્રોન, પ્રોટૉન અને ન્યૂટ્રૉન – પૈકીનો ઋણ વિદ્યુતભારવાહી એક સૂક્ષ્મ કણ. ધન વિદ્યુતભારવાહી પ્રોટૉન અને વિદ્યુતભારરહિત ન્યૂટ્રૉન, પરમાણુનું ન્યૂક્લિયસ રચે છે. પ્રોટૉનના કારણે ધન વિદ્યુતભારિત બનેલા ન્યૂક્લિયસની આસપાસ જુદી-જુદી ખાસ કક્ષાઓમાં ઇલેકટ્રોન નિરંતર ઘૂમતા રહે છે. (જેમ સૂર્યમંડળમાં કેન્દ્રસ્થાને આવેલા સૂર્યની…
વધુ વાંચો >કલ્પિત કણો
કલ્પિત કણો (quasi-particles) : બે કરતાં વધુ કણ ધરાવતા બૃહત્તંત્ર(macrosystem)ના ક્વૉન્ટમ ગુણધર્મોના અભ્યાસ માટે સામાન્યત: ઉપયોગમાં લેવાતું એક ખૂબ જ સફળ મૉડલ. ચિરપ્રતિષ્ઠિત યંત્રશાસ્ત્ર (classical mechanics) કે ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં બૃહત્તંત્રના કણ માટે ગણતરી કરવી અતિ મુશ્કેલ બને છે, કારણ કે પ્રત્યેક કણ બીજા ઘણા બધા કણ સાથે આંતરક્રિયા (interaction) કરે…
વધુ વાંચો >કવચ મૉડેલ ન્યૂક્લિયર
કવચ મૉડેલ ન્યૂક્લિયર (nuclear shell model) : ન્યૂક્લિયસની ધરા-અવસ્થાઓ(ground states)નાં ‘સ્પિન’, જુદા જુદા ન્યૂક્લિયૉન વચ્ચે થતી આંતરપ્રક્રિયા (interaction) અને ન્યૂક્લિયસની ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) અંગે સમજૂતી આપતું તેમજ ન્યૂક્લિયસની ઉત્તેજિત અવસ્થાઓ (excited states) અંગે માહિતી દર્શાવતું મૉડેલ. અમેરિકામાં એમ. જી. મેયર અને જર્મનીમાં જેનસેન, સુએસ તથા હેક્સલ નામના વૈજ્ઞાનિકોએ 1949માં…
વધુ વાંચો >કવચ મૉડેલ પરમાણુ
કવચ મૉડેલ પરમાણુ (Atomic Shell Model) : તત્વોના રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા (periodicity) તેમજ રાસાયણિક ગુણધર્મોની સમાનતા દર્શાવતી, પરમાણુક્રમાંક (atomic number) Z દ્વારા ઉદભવતી જાદુઈ સંખ્યા(magic numbers)નાં વિશિષ્ટ મૂલ્યો વિષેની સમજૂતી આપતું મૉડેલ. ઓગણીસમી સદીના આરંભે વૈજ્ઞાનિક ડૉલ્ટને સૂચવ્યું કે બધાં રાસાયણિક તત્વોના મૂળ ઘટકો સરળ એકમના બનેલા હોય છે, જેને…
વધુ વાંચો >