સુધીર તલાટી

ઇમરાનખાન

ઇમરાનખાન (જ. 25 નવેમ્બર 1952, લાહોર) : પાકિસ્તાનના તેમજ વિશ્વના એક મહાન સર્વાશ્ર્લેષી (all-rounder) ક્રિકેટર તથા પાકિસ્તાનના રાજકીય અગ્રણી, ક્રિકેટ સમીક્ષક અને કૅન્સર હૉસ્પિટલના દાતા તથા તહરીક-એ-ઇન્સાફ નામના રાજકીય પક્ષના ચૅરમૅન. તેમનું એવું મોહક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કે તેઓ એકલે હાથે આખી ટીમને એકસૂત્રે જકડી રાખી શકે. છેક 1985માં…

વધુ વાંચો >

ફૉલોઑન

ફૉલોઑન : ક્રિકેટની રમતમાં પ્રતિસ્પર્ધી ટીમને તેમની બૅટિંગનો ક્રમ બદલી સતત બીજી વખત બૅટિંગ કરવાની ફરજ પાડવી તે. પાંચ દિવસની મૅચ માટે ફૉલોઑન માટે ઓછામાં ઓછા 200 રનની સરસાઈની જરૂર રહે છે. ત્રણ દિવસની મૅચ માટે 150 રનની સરસાઈ હોય તો સામેની ટીમ ફૉલોઑન થઈ શકે છે. બે દિવસની મૅચમાં…

વધુ વાંચો >

બાઉન્સર

બાઉન્સર : ક્રિકેટમાં ગોલંદાજ દ્વારા નાખવામાં આવતો ટૂંકી પિચવાળો દડો, જે પિચ પર ટપ્પો પડીને બૅટ્સમૅનની છાતી, ખભા કે માથા સુધી ખૂબ વેગથી ઊછળતો હોય. ‘બાઉન્સર’ શબ્દ ક્રિકેટની રમત સાથે સંબંધ ધરાવે છે. બાઉન્સર એટલે કોઈ પદાર્થ(બૉલ)નું કોઈ પણ કઠણ પદાર્થ (પિચ) સામે અથડાઈને પાછું ઊછળવું. બાઉન્સરનો ઉપયોગ બૅટ્સમૅનને ડરાવવા…

વધુ વાંચો >