સીરેરગાયરાઇટ (Cerargyrite)

સીરેરગાયરાઇટ (Cerargyrite)

સીરેરગાયરાઇટ (Cerargyrite) : ચાંદીધારક ખનિજ. રાસા. બં. AgCl. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે ક્યૂબ-ફલકોમાં; પરંતુ ક્યારેક અન્ય ફલકો સહિત, સામાન્ય રીતે દળદાર, ઘણુંખરું પોપડી સ્વરૂપે, મીણવત્ આચ્છાદન સ્વરૂપે, ભાગ્યે જ સ્તંભાકાર કે રેસાદાર. યુગ્મતા (111) ફલક પર સામાન્ય. સ્ફટિકો પારદર્શકથી પારભાસક. સીરેરગાયરાઇટ સંભેદ : નથી હોતો.…

વધુ વાંચો >