સા-કાર્નીરૉ મારિયો દ
સા-કાર્નીરૉ, મારિયો દ
સા–કાર્નીરૉ, મારિયો દ (જ. 19 મે 1890, લિસ્બન; અ. 26 એપ્રિલ 1916, પૅરિસ) : પોર્ટુગીઝ કવિ અને નવલકથાકાર. પોર્ટુગલની આધુનિક વિચારસરણીના પુરસ્કર્તા. શિક્ષણ પૅરિસની સોર્બોન યુનિવર્સિટીમાં. ‘ડિસ્પર્સાઓ’(1914, ડિસ્પર્શન)નાં કાવ્યોની રચના પૅરિસમાં થયેલી. આ જ વર્ષે ‘કૉન્ફિસ્સાઓ દ લૂસિયો’ (ધ કન્ફેશન ઑવ્ લૂસિયો) નવલકથા પ્રસિદ્ધ થઈ. પોર્ટુગલ પાછા ફર્યા બાદ થિયેટરમાં…
વધુ વાંચો >