સલોની જોશી
શાંતિદેવ (સાતમી સદી)
શાંતિદેવ (સાતમી સદી) : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના પ્રસિદ્ધ આચાર્ય. નેપાળમાંથી મળેલી નેવારી લિપિમાં લખાયેલ 14મી શતાબ્દીની એક તાડપત્રીય પ્રતમાંના નિર્દેશ અનુસાર શાંતિદેવ રાજપુત્ર હતા અને તેમના પિતાનું નામ મંજુવર્મા હતું. તિબેટના ઇતિહાસકાર લામા તારાનાથ અનુસાર શાંતિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો અને તેઓ શ્રીહર્ષના પુત્ર શીલના સમકાલીન હતા. શાંતિદેવ રાજપુત્ર…
વધુ વાંચો >શાંતિનાથ
શાંતિનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના સોળમા તીર્થંકર. જૈન પરંપરા અનુસાર પ્રવર્તમાન કાળચક્રમાં ત્રેસઠ શલાકાપુરુષો અર્થાત્ સર્વશ્રેષ્ઠ પુરુષો થઈ ગયા. આ શલાકાપુરુષોમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ અર્થાત્ અર્ધચક્રવર્તી, 9 બલદેવ (વાસુદેવના મોટાભાઈ) અને 9 પ્રતિવાસુદેવ (વાસુદેવના પ્રતિસ્પર્ધી રાજા) હોય છે. ક્વચિત્ એક જ વ્યક્તિ પૂર્વજીવનમાં ચક્રવર્તી અને પછીના…
વધુ વાંચો >શીતલનાથ
શીતલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં દસમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર તેમના તીર્થંકરજન્મ પહેલાંના જન્મમાં તેઓ સુસીમા નગરીમાં પદ્મોત્તર રાજા હતા. રાજારૂપે તેમણે ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરી કાળક્રમે વૈરાગ્ય પ્રબળ બનતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી અને તપ-આરાધના કરતાં કરતાં ‘તીર્થંકર’ નામગોત્ર પ્રાપ્ત કર્યું હતું. કાળ કરીને અર્થાત્ મૃત્યુ પછી તેઓ…
વધુ વાંચો >શ્રેયાંસનાથ
શ્રેયાંસનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના અગિયારમા તીર્થંકર. તીર્થંકર જન્મ પૂર્વેના જન્મમાં તેઓ ક્ષેમા નગરીમાં નલિનીગુલ્મ નામે પરાક્રમી અને ગુણવાન રાજા હતા. કાળક્રમે અનાસક્ત બનીને તેમણે વજ્રદત્ત મુનિ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી વ્રત-તપ-આરાધના કરીને ‘તીર્થંકર’ નામગોત્રનું ઉપાર્જન કરી મૃત્યુ પછી મહાશુક્ર સ્વર્ગલોકમાં તેઓ દેવ બન્યા. ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી…
વધુ વાંચો >