સંજય વેદિયા

પૂર

પૂર : પાણીના ઊંચા અધિપ્રવાહ(overflow)ને કારણે સામાન્યત: શુષ્ક ભૂમિ પર થતું આપ્લાવન (inundation). મોટાભાગનાં પૂર નુકસાનકર્તા હોય છે. તેના દ્વારા મકાનો અને બીજી સંપત્તિનો વિનાશ થાય છે અને ભૂમિનું ઉપરનું પડ ઘસડાઈ જતાં ભૂમિ ખુલ્લી થાય છે. લોકોની તૈયારી ન હોય ત્યારે એકાએક આવતાં પ્રચંડ પૂરથી પુષ્કળ પ્રમાણમાં હાનિ પહોંચે…

વધુ વાંચો >

પ્રકાશ (જીવવિજ્ઞાન)

પ્રકાશ (જીવવિજ્ઞાન) સજીવોના અસ્તિત્વ માટે જરૂરી પરિબળો પૈકીમાંનું એક સૌથી મહત્વનું પરિબળ. આજે જે પ્રકારે જીવન અસ્તિત્વ ધરાવે છે તે પ્રકાશ વિના શક્ય નથી. પૃથ્વીના વિવિધ વિસ્તારો પર પ્રકાશ એકસરખી રીતે પથરાતો હોવાથી વનસ્પતિસમાજના બંધારણ પર ખાસ પ્રભાવ જણાતો નથી; આમ છતાં, કેટલાક વિશિષ્ટ વિસ્તારોમાં પ્રકાશની અગત્ય ઘણી વધી જાય…

વધુ વાંચો >

પ્રકાશશ્વસન (photorespiration)

પ્રકાશશ્વસન (photorespiration) જારક (aerobic) શ્વસન સાથે સામ્ય દર્શાવતો શ્વસનનો એક પ્રકાર. આ ક્રિયા દરમિયાન જારકશ્વસનની જેમ ઑક્સિજન(O2)નું ગ્રહણ અને કાર્બન ડાયૉક્સાઇડનો નિકાલ થાય છે; છતાં કાર્યશક્તિ મુક્ત થતી નથી [ફૉસ્ફોરાયલેટેડ શર્કરામાંથી ATP(એડિનોસાઇન ટ્રાઇફૉસ્ફેટ)નું સંશ્લેષણ થતું નથી]. જર્મન જૈવરસાયણવિજ્ઞાની વૉરબર્ગે 1920ના દાયકાના પ્રારંભમાં દર્શાવ્યું કે ઑક્સિજન પ્રકાશસંશ્લેષણની ક્રિયાનો અવરોધ કરે છે.…

વધુ વાંચો >

મધ્યોદભિદ વનસ્પતિઓ

મધ્યોદભિદ વનસ્પતિઓ : મધ્યમસરનું તાપમાન, માફકસરનો ભેજ, જરૂરી પ્રાણવાયુ અને ભૂમિમાં પૂરતા પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારો અને કાર્બનિક પદાર્થો હોય તેવી જગાએ થતી વનસ્પતિઓ. તેઓ જે ભૂમિમાં પાણી ભરાઈ રહેતું હોય તે સ્થાને ઊગવાનું પસંદ કરતી નથી. કેટલેક અંશે તેઓ જલોદભિદ અને શુષ્કોદભિદ વચ્ચેનું સ્થાન ધરાવે છે. સૂર્યમુખી, ધાણા, રાઈ, વરિયાળી,…

વધુ વાંચો >

મરુ-અનુક્રમણ

મરુ-અનુક્રમણ : શુષ્ક પર્યાવરણમાં સજીવોનો થતો આનુક્રમિક વિકાસ. તે ખુલ્લા ખડકો, રેતાળ કે ખારી જમીન, ખડકાળ ઢોળાવો અથવા અન્ય સ્થાનો કે જ્યાં પાણીની તીવ્ર અછત વર્તાતી હોય ત્યાં થાય છે. મરુ-અનુક્રમણના વિવિધ તબક્કાઓ આ પ્રમાણે છે : (1) પર્પટીમય શિલાવલ્ક (crustose lichen) અવસ્થા : પાણીની તીવ્ર અછત, પોષક પદાર્થોની અતિ…

વધુ વાંચો >

મરૂદભિદ્ વનસ્પતિ

મરૂદભિદ્ વનસ્પતિ અભિશોષણના દર કરતાં બાષ્પોત્સર્જનનો દર ઘણો ઊંચો હોય તેવા પર્યાવરણમાં ઊગતી વનસ્પતિઓ. તેઓ સામાન્યત: જલજ વનસ્પતિઓ કરતાં વિપરીત લક્ષણો ધરાવે છે અને અત્યંત શુષ્ક હવા, ઊંચું તાપમાન, તીવ્ર પ્રકાશ, ઓછાં વાદળો અને વધારે પવન, વધારેપડતું બાષ્પોત્સર્જન (transpiration), શુષ્ક તથા છિદ્રાળુ મૃદા (soil) અને ઓછા વરસાદવાળા પર્યાવરણમાં થાય છે.…

વધુ વાંચો >

મૃત્યુદર (mortality rate) (પરિસ્થિતિવિજ્ઞાન)

મૃત્યુદર (mortality rate) (પરિસ્થિતિવિજ્ઞાન) : કોઈ એક વસ્તીમાં કોઈ એક નિશ્ચિત સમયગાળામાં વ્યક્તિઓના મૃત્યુનું પ્રમાણ દર્શાવતો આંક. જેમ વધુ જન્મપ્રમાણથી વસ્તીની સંખ્યા અને કદમાં વૃદ્ધિ થાય છે, તે જ રીતે મૃત્યુનું પ્રમાણ વધવાથી તેમાં ઘટાડો થાય છે. કેટલાક સજીવો શૈશવકાળમાં તો કેટલાક યુવાવસ્થામાં કે અન્ય કેટલાક વૃદ્ધાવસ્થા દરમિયાન મૃત્યુ પામે…

વધુ વાંચો >

વનસ્પતિ-સમાજ (plant community)

વનસ્પતિ-સમાજ (plant community) કોઈ એક નૈસર્ગિક વિસ્તારમાં વસવાટ ધરાવતી સજીવોની જાતિઓનો સમૂહ. વનસ્પતિ-સમાજમાં વસતી જાતિઓ પરસ્પર સહિષ્ણુતા (tolerance) દાખવે છે અને લાભદાયી આંતરક્રિયાઓ કરે છે. સમાજમાં સજીવો એક જ આવાસ(habitat)માં વસે છે અને એકસરખા પર્યાવરણમાં વૃદ્ધિ પામે છે. આવા વનસ્પતિ-સમાજો વન, તૃણભૂમિ, રણ કે તળાવમાં થતી વનસ્પતિઓ દ્વારા બને છે.…

વધુ વાંચો >

વય અને વિસ્તાર અધિતર્ક (age and area hypothesis)

વય અને વિસ્તાર અધિતર્ક (age and area hypothesis) : વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સજીવની જાતિના વિતરણને સમજાવતો અધિતર્ક. આ અધિતર્ક વિલિસે (1922) આપ્યો. તેમના મત પ્રમાણે કોઈ પણ જાતિના વિતરણનો આધાર તે જાતિની વય સાથે સંબંધિત છે. જો કોઈ એક નિશ્ચિત જાતિનો ઉદવિકાસીય ઇતિહાસ લાંબો હોય તો તેનું વિતરણ મોટા વિસ્તારોમાં…

વધુ વાંચો >

વસવાટ (habitat)

વસવાટ (habitat) સજીવો જ્યાં વસે છે તે સ્થાન. પ્રકૃતિ સાથે વસવાટનો અભિગમ અત્યંત મહત્વનો છે, કારણ કે તે સજીવો અને તેના પર કાર્ય કરી રહેલાં અજૈવ પરિબળોના અભ્યાસનો હેતુ ધરાવે છે. સજીવો કુદરતમાં વિવિધ પ્રકારના વસવાટમાં જોવા મળે છે. જૈવપરિમંડળમાં મુખ્ય ચાર પ્રકારના વસવાટ જોવા મળે છે : મીઠું પાણી,…

વધુ વાંચો >