શૈલેષભાઈ ર. દવે

આહારજન્ય વિષાક્તતા 

આહારજન્ય વિષાક્તતા (food-poisioning) આહારમાંના ઝેરી તત્વથી થતી અસર. ઝેરી પદાર્થવાળો ખોરાક ખાવાથી થતી માંદગી. તેને કારણે જઠર અને આંતરડાનો ચેપ (જઠરાંત્રશોથ gastroenteritis) અને ક્યારેક ચેતાતંતુઓમાં અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે. એકલદોકલ દર્દીમાં નિદાન કરવાની મુશ્કેલી પડે છે, પરંતુ એકસરખો ખોરાક લીધેલી વ્યક્તિઓના જૂથમાં નિદાન સરળ રીતે થાય છે. ખોરાક લેનાર વ્યક્તિમાં…

વધુ વાંચો >

ઉત્પરિવર્તન (અથવા વિકૃતિ)

ઉત્પરિવર્તન (અથવા વિકૃતિ) : સજીવોના જનીન ઘટકોની પ્રતિકૃતિ (replication) થઈ શકે તેવું કોઈ પણ પરિવર્તન યા વિકૃતિ. કોઈ એક જનીનના ન્યૂક્લિયોટાઇડના ક્રમમાં તથા ફેરફારની અસરથી પરિવર્તન થયું હોય તો તેને જનીનિક ઉત્પરિવર્તન કહે છે. જો ઉત્પરિવર્તન રંગસૂત્રોની સંખ્યા અથવા તો તેના બંધારણમાં થતા ફેરફારો સાથે સંકળાયેલું હોય તો તેને રંગસૂત્રીય…

વધુ વાંચો >

જમીનમાંની જીવસૃષ્ટિ

જમીનમાંની જીવસૃષ્ટિ : પૃથ્વીની સપાટી પરના હવાના સંપર્કમાં રહેતા, પ્રથમ પડની જમીનમાં રહેતા જીવો. વનસ્પતિનાં વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી હવા, પાણી, ખનિજ તેમજ કાર્બનિક પદાર્થો જમીન પૂરાં પાડે છે. જમીનમાં રહેલાં કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન, નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટૅશિયમ, કૅલ્શિયમ, સલ્ફર, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ, જસત, તાંબું, બોરોન, મોલિબ્ડેનમ તથા ક્લોરિન જેવાં…

વધુ વાંચો >