શેખ વજીહુદ્દીન અહમદ અલવી
શેખ, વજીહુદ્દીન અહમદ અલવી
શેખ, વજીહુદ્દીન અહમદ અલવી (જ. ઈ. સ. 1504, ચાંપાનેર, ગુજરાત; અ. 1589, અમદાવાદ) : ગુજરાતના મુઘલ કાલ(1573-1758)ના સૂફી સંત અને અરબી-ફારસીના વિદ્વાન. ગુજરાતમાં મુઘલ હકૂમત દરમિયાન કેટલાક મુસ્લિમ સૂફી સંતો અને અરબી-ફારસીના વિદ્વાનો થઈ ગયા. તેઓમાં અમદાવાદના શેખ વજીહુદ્દીન અહમદ અલવી આગલી હરોળમાં હતા. તેઓ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હતા.…
વધુ વાંચો >