શિરીષ પંચાલ
આઉટસાઇડર, ધી
આઉટસાઇડર, ધી : ફ્રેન્ચ નવલકથા. લેખક આલ્બેર કામૂ (1913-1960). ફ્રેન્ચ શીર્ષક ‘લ ઍન્ટ્રેન્જર’. 1939માં નવલકથા પૂરી થઈ. પ્રકાશન થયું 1942માં. એનો સ્ટુઅર્ટ ગિલ્બર્ટે કરેલો અંગ્રેજી અનુવાદ, સિરિલ કૉનલીના પુરોવચન સાથે, 1946માં પૅંગ્વિને પ્રગટ કર્યો. પરંપરાગત નવલકથામાં જોવા મળતાં વસ્તુસંકલના, ચરિત્રચિત્રણ તથા વાતાવરણ આ ફ્રેન્ચ નવલકથામાં હોવા છતાં તેની ગણના પ્રતિનવલ…
વધુ વાંચો >ઊહાપોહ
ઊહાપોહ : આધુનિકતાની જિકર કરતું ગુજરાતી માસિક. શરૂઆત 1969ના સપ્ટેમ્બરમાં, છેલ્લો અંક 1974ના ઑક્ટોબરમાં. આ પાંચ વરસના 60 અંકોનું સંપાદન ઉષા જોશી, જયંત પારેખ અને રસિક શાહે કર્યું હતું. આરંભના ગાળામાં સર્જનાત્મક કૃતિઓ પ્રગટ કરવામાં આવતી ન હતી. ગુજરાતી ભાષાસાહિત્ય વિશેના લેખો પ્રમાણમાં ઓછા પ્રકટ થયા હતા. પાશ્ચાત્ય અને તે…
વધુ વાંચો >એતદ્
એતદ્ : આધુનિકતાનો પુરસ્કાર કરતું ગુજરાતી માસિક. ‘ઊહાપોહ’ના પુનર્જન્મ રૂપે પ્રગટેલા આ માસિકની શરૂઆત 1977ના નવેમ્બરમાં થઈ હતી. એપ્રિલ, 1983 સુધી તેના સંપાદનની જવાબદારી ઉષા જોશી, જયંત પારેખ અને રસિક શાહે સંભાળી હતી. જૂન, 1983થી સુરેશ જોષી અને શિરીષ પંચાલે સંપાદન સંભાળેલું. જાન્યુઆરી, 1987થી આ સામયિક ત્રૈમાસિક બન્યું છે. આ…
વધુ વાંચો >કૅસલ – ધ
કૅસલ, ધ (જર્મન ભાષામાં પ્રકાશન-વર્ષ 1926, અંગ્રેજી અનુવાદ વિલા મુઈર અને એડવર્ડ મુઈર – 1930) : કાફકાની મરણોત્તર પ્રકાશિત થયેલી અતિખ્યાત નવલકથા. પહેલી વખત જર્મન ભાષામાં પ્રગટ થઈ ત્યારે એકી અવાજે તેને આવકાર પ્રાપ્ત થયો હતો અને એ કૃતિમાં વીસમી સદીના એક મહાન પ્રતિભાશાળી સર્જકનાં દર્શન થયાં હતાં. આ નવલકથાનો…
વધુ વાંચો >ચિન્તયામિ મનસા (1982)
ચિન્તયામિ મનસા (1982) : ગુજરાતી વિવેચનસંગ્રહ. તેમાં 1977થી 1980ના ગાળામાં સુરેશ જોષીએ લખેલા લેખો છે. અધુનાતન યુરોપીય વિચારણાઓ વિશે અંગ્રેજી ભાષાના લેખોને આધારે તે લખેલા છે. ક્યાંક સારાનુવાદ, વિવરણ પણ છે. ખાસ કરીને અહીં સાહિત્ય અને ફિલસૂફીના પ્રશ્નો, કાવ્યવિવેચનના નવા અભિગમો અને સંકેતવિજ્ઞાન વિશેના લેખો આધુનિક સાહિત્ય અને વિવેચન પાછળ…
વધુ વાંચો >