શાહી રાજ્ય
શાહી રાજ્ય
શાહી રાજ્ય : ઈ.સ.ની નવમી સદીના ઉત્તરાર્ધમાં, કાબુલની ખીણ અને ગંધાર પ્રદેશમાં કલ્લર નામના બ્રાહ્મણ મંત્રીએ સ્થાપેલું રાજ્ય. તુર્કી શાહી (અથવા શાહીય) વંશના રાજા લગતુરમાનને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી, તેના બ્રાહ્મણ મંત્રી કલ્લરે હિંદુ શાહી રાજવંશ સ્થાપ્યો. કલ્હણે ‘રાજતરંગિણી’માં લલ્લિય શાહીનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે કલ્લરને સમાન ગણી શકાય.…
વધુ વાંચો >