શશીધર ગોપેશ્ર્વર ત્રિવેદી

પેલ્ટિયર ઘટના

પેલ્ટિયર ઘટના : ભિન્ન પ્રકારની ધાતુઓના બનેલા થરમૉકપલમાં બહારથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના એક જોડાણ(junction)ની ગરમ થવાની અને બીજા જોડાણની ઠંડા પડવાની ઘટના. ગરમ જોડાણ આગળ ઉષ્ણતા ઉદ્ભવે છે અને ઠંડા જોડાણ આગળ ઉષ્ણતા શોષાય છે. આ ઘટનાને પેલ્ટિયર ઘટના કહે છે. 1834માં પેલ્ટિયરે આ ઘટના શોધી. ઉપરની આકૃતિમાં દર્શાવ્યા…

વધુ વાંચો >

પોલરીમીટર

પોલરીમીટર : કોઈ એક માધ્યમ દ્વારા તેની ઉપર આપાત થતા તલધ્રુવીભૂત (plane polarized) પ્રકાશના ધ્રુવીભવન-તલનો પરિભ્રમણ કોણ માપવા માટેનું સાધન. ઈ. સ. 1815માં બાયોટ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે દર્શાવ્યું કે ક્વાર્ટ્ઝ સ્ફટિક જેવા માધ્યમમાંથી તલધ્રુવીભૂત પ્રકાશનું કિરણ દૃક્-અક્ષની દિશામાં પસાર કરતાં માધ્યમમાં તેના કંપનતલ તેમજ ધ્રુવીભવન-તલનું પરિભ્રમણ થાય છે. આ…

વધુ વાંચો >