શર્મા રામવિલાસ

શર્મા, રામવિલાસ

શર્મા, રામવિલાસ (જ. 10 ઑક્ટોબર 1912, ઊંચાગૉંવ–સાની, જિ.  ઉન્નાવ, ઉત્તર પ્રદેશ) : હિંદીના પ્રગતિશીલ વિવેચક, ભાષાશાસ્ત્રી, કવિ અને વિચારક. તેમને તેમના ગ્રંથ ‘નિરાલા કી સાહિત્યસાધના’ (1960) માટે 1970ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. (1934) અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે…

વધુ વાંચો >