શફ પીટર

શફ, પીટર (જ. 1956, નેધરલૅન્ડ્ઝ)

શફ, પીટર (જ. 1956, નેધરલૅન્ડ્ઝ) : ઘનવાદી અને અમૂર્ત ચિત્રણા માટે જાણીતા આધુનિક અમેરિકન ચિત્રકાર. સમાંતર રેખાઓની આડી, ઊભી, અવળી, ત્રાંસી જાળીઓ રચી તેમાં રંગપૂરણી કરીને સ્વરોના આરોહ-અવરોહની માફક તે રંગોની છટા-છાયાની લાંબી શ્રેણીઓ રચે છે. 1980થી તેઓ ન્યૂયૉર્ક નગરના ઈસ્ટ વિલેજ લત્તામાં રહી ચિત્રસર્જનમાં વ્યસ્ત છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >