વી. એ. સોલંકી
કેળ
કેળ : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી(ઉપકુળ – મ્યુનેસી)ની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Musa paradisiaca L. (સં. કદલી, રંભા; હિ. કેલ; અં. બનાના) છે. તે બારેમાસ ફળ અને ફૂલો ધારણ કરે છે. આબુ-અંબાજી, માથેરાન, નીલગિરિના પહાડોમાં મૂળ (original – native) વગડાઉ કેળ છે. તે કાળાં બીજથી ઊગે છે. પરંતુ…
વધુ વાંચો >કોકડવું
કોકડવું (leaf curl) : અન્ય નામ કુંજરો. રોગકારક : વિષાણુ (virus). લક્ષણો : રોગયુક્ત પાન નાનાં, જાડાં, ખરબચડાં બનીને કોકડાઈ જાય છે. પાનની નસો પણ જાડી અને વાંકીચૂકી થઈ જાય છે. કોઈક વખતે પાનની નીચેના ભાગમાં કાનપટ્ટી જેવી વૃદ્ધિ પણ જોવા મળે છે. રોગપ્રેરક બળો : સફેદ માખીનો ઉપદ્રવ રોગ…
વધુ વાંચો >કોદરા
કોદરા : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Paspalum scrobiculatum Linn. syn. P. commersonii Lam; P. scrobiculatum var. commersonii Staff; P. scrobiculatum var. frumentaceum Stapf (સં. કોદ્રવ; હિ. કોદો, કોદવ; બં. કોદોવા ધાન; મ. કોદ્રા, હરિક; ગુ. કોદરા; તે. અરીકાળુ, આરુગુ; તા. અને મલા. વારાગુ; ક.…
વધુ વાંચો >