વિદ્વાંસ ભાસ્કરરાવ ગજાનન
વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન
વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન (જ. 12 જુલાઈ 1903, વલ્લભીપુર, સૌરાષ્ટ્ર; અ. 2 ડિસેમ્બર 1984, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની તથા શાળાસ્તરે ઉપયોગી થાય તેવા સાહિત્યના સર્જક. પિતા ભાવનગર નજીકના પૂર્વ વલ્લભીપુર રિયાસતમાં ઓવરસિયર હતા. માતાનું નામ સરસ્વતી. પ્રાથમિક શિક્ષણ વલ્લભીપુરમાં. ત્યારબાદ ભાવનગર ખાતેની દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા. ત્યાં જાણીતા કેળવણીકાર ગિજુભાઈ બધેકા અને હરભાઈ…
વધુ વાંચો >