વસંતકુમાર મ. ભટ્ટ
કાતન્ત્ર વ્યાકરણ
કાતન્ત્ર વ્યાકરણ (ઈ.પૂ. 200 ?) : સંસ્કૃત ભાષાનું વ્યાકરણ. લેખક શર્વવર્મા (સર્વવર્મા). આ વ્યાકરણનાં ‘કલાપક’/‘કલાપ’ કે ‘કૌમાર’ એવાં નામાન્તરો પણ છે. કોઈક મોટા વ્યાકરણતન્ત્રનો, સંભવત: કાશકૃત્સ્નના ‘શબ્દકલાપ’ બૃહત્તન્ત્રનો તે સંક્ષેપ છે, માટે તેને ‘કાતન્ત્ર’ (= લઘુતન્ત્ર) કહે છે. આ ‘કાતન્ત્ર’માં અનુક્રમે સન્ધિ, ત્રણેય લિંગનાં સ્વરાન્ત અને વ્યંજનાન્ત નામપદોનાં સુબન્ત રૂપોની…
વધુ વાંચો >ચંદ્રવૃત્તિ (પાંચમી સદી)
ચંદ્રવૃત્તિ (પાંચમી સદી) : બંગાળના બૌદ્ધમતાવલંબી વૈયાકરણ ચંદ્રગોમીએ (ઈ. સ. 400) 6 અધ્યાયમાં લખેલું લૌકિક સંસ્કૃત ભાષાનું સૂત્રાત્મક વ્યાકરણ. તેની ઉપર સ્વોપજ્ઞવૃત્તિ પણ રચી છે. ભર્તૃહરિએ વાક્યપદીય(2.481)માં પતંજલિકૃત ‘વ્યાકરણ-મહાભાષ્ય’નો પુનરુદ્ધાર કરનાર તરીકે જે ‘ચંદ્રાચાર્ય’નો ઉલ્લેખ કર્યો છે, તે જ આ ચાંદ્ર વ્યાકરણ લખનાર ચંદ્રગોમી હોવા સંભવ છે. ચાંદ્ર વ્યાકરણનાં ઉપાંગો…
વધુ વાંચો >