લાર્વિકાઇટ
લાર્વિકાઇટ
લાર્વિકાઇટ : અગ્નિકૃત ખડક સાયનાઇટનો એક પ્રકાર. વિપુલ પ્રમાણમાં રહેલા ઍનૉર્થૉક્લેઝ-ફેલ્સ્પારના ચતુષ્કોણીય મહાસ્ફટિકો સાથેનો નૅફેલિનધારક સ્થૂળ દાણાદાર સાયનાઇટ ખડક. ટાઇટેનોગાઇટ, બાર્કેવિકાઇટ અને લેપિડોમિલેન ગૌણ ખનિજો તરીકે તથા ઍપેટાઇટ, ઝકૉર્ન, ઑલિવિન અને મૅગ્નેટાઇટ જેવાં અપારદર્શક ઑક્સાઇડ ખનિજો અનુષંગી ઘટકો તરીકે તેમાં રહેલાં હોય છે. લોહ-મૅગ્નેશિયન ખનિજો તેમાં વિખેરણ-સ્વરૂપે જોવા મળે છે.…
વધુ વાંચો >