રેડ્ડી પી. ટી.
રેડ્ડી, પી. ટી.
રેડ્ડી, પી. ટી. (જ. 1915, એન્નારેમ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1938માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1941માં તેઓ માતૃસંસ્થા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટના ફેલો બન્યા. તેમણે તેમની કલાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન 1940માં બૉમ્બે આર્ટ સોસાયટી ખાતે મુંબઈમાં ગોઠવ્યું. આ પછી તેઓ…
વધુ વાંચો >