રા. ય. ગુપ્તે

અપચય

અપચય (catabolism) : જીવંત કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર. તે દરમ્યાનમાં જટિલ અણુઓનું ઉત્સેચકોની મદદથી સાદા અણુઓમાં વિઘટન કે ઉપચયન થાય છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્યપણે વિમુક્ત કાર્યશક્તિનો ઉપયોગ સજીવોની જૈવ ક્રિયામાં કરવામાં આવે છે. જોકે બધી અપચયી પ્રક્રિયાઓ માત્ર કાર્યશક્તિના વિનિયોગ સાથે સંકળાયેલી નથી. અપચયી…

વધુ વાંચો >

અમીબા

અમીબા : સમુદાય : પ્રજીવ (protozoa) વર્ગ મૂળપદી (Rhizopoda), શ્રેણી : લોબોઝા(lobosa)ની એક પ્રજાતિ  અમીબા (Amoeba). ભારતમાં સામાન્યપણે મળી આવતું અમીબા A. proteusના નામે ઓળખાય છે. રંગ વગરનું, સ્વચ્છ, જેલી જેવું અને સતત આકાર બદલતું તે એકકોષી સૂક્ષ્મ પ્રાણી છે. અમીબા 0.2 મિમી.થી 0.6 મિમી. લંબાઈ ધરાવે છે. મીઠા પાણીનાં…

વધુ વાંચો >

અવશિષ્ટ અંગો

અવશિષ્ટ અંગો (vestigial organs) : આરંભે ક્રિયાશીલ પરંતુ વિકાસપ્રક્રિયા દરમિયાન નિરર્થક બનીને અવશેષ રૂપે જોવા મળતાં સજીવોનાં અંગો. વનસ્પતિ અને પ્રાણીઓમાં આવાં અવશિષ્ટ અંગો જણાય છે. આ એવાં અંગો છે જે સમય જતાં અનુપયોગી બનીને માત્ર ક્ષીણ સ્વરૂપમાં રહે છે. આ જ અંગો ભૂતકાળમાં તેમના સંબંધી સજીવોમાં કે પૂર્વજોમાં નિશ્ચિત…

વધુ વાંચો >

અષ્ટસૂત્રાંગી

અષ્ટસૂત્રાંગી (octopus) : સમુદાય મૃદુકાય (Mollusca). વર્ગ શીર્ષપાદ (Cephalopoda). શ્રેણી દ્વિઝાલરીય, ઉપશ્રેણી ઑક્ટોપોડાની એક પ્રજાતિ. આ પ્રાણીઓ આઠ લાંબા, પાતળા અને સૂત્ર જેવા મુખહસ્તો (oral arms) ધરાવે છે તેથી તેમને અષ્ટસૂત્રાંગી કહે છે. અષ્ટસૂત્રાંગી પ્રાણીઓ પ્રથમ ક્રિટેશિયસ યુગમાં ઉદભવ્યાં હતાં. આજ સુધીમાં શીર્ષપાદ વર્ગના 1૦,૦૦૦ જેટલા પ્રકારો મળી આવ્યા છે.…

વધુ વાંચો >

આનુવંશિકતા અને જનીનવિદ્યા

આનુવંશિકતા અને જનીનવિદ્યા (Heredity and Genetics) એક પેઢીમાંથી બીજી પેઢીમાં જૈવિક લાક્ષણિકતાઓનું થતું સંચારણ અને તેના અભ્યાસને લગતું વિજ્ઞાન. દરેક પ્રકારનાં સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવી પ્રતિકૃતિ સંતતિરૂપે ઉત્પન્ન કરે છે. માતાપિતા (પ્રજનકો, parents) અને સંતતિઓ વચ્ચેના સામ્યની સાથે સાથે તેમનામાં ભેદ પણ જોવા મળે છે. આથી બે વ્યક્તિઓ સંપૂર્ણપણે…

વધુ વાંચો >

ઉત્ક્રાંતિ, સજીવોની

ઉત્ક્રાંતિ, સજીવોની (organic evolution) સજીવોની એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા જનીનિક અનુત્ક્રમણીય (irreversible) ફેરફારોને લઈને નિર્માણ થતી નવી જાતિનો ખ્યાલ આપતો કુદરતી પ્રક્રમ. પૃથ્વી પરનાં વિવિધ પર્યાવરણોના નિકેતો(niches)માં અનેક જાતની વનસ્પતિ અને પ્રાણીઓની સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેમાં રચનાત્મક અને ક્રિયાત્મક ભિન્નતા રહેલી છે. પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું અવતરણ તે…

વધુ વાંચો >

ઊધઈ

ઊધઈ (Termite) : શરીરમાંના પ્રજીવોની મદદથી લાકડું, કાગળ અને સેલ્યુલૉઝયુક્ત પદાર્થોને ખાઈને નુકસાન કરતા કીટકો. સમુદાય સંધિપાદ; વર્ગ : કીટક; શ્રેણી : ભંગુર પક્ષ કે સમપક્ષી (Isoptera); કુળ : ટર્મિટિડી (Termitidae). ગુજરાતમાં સામાન્ય પ્રજાતિઓ અને જાતિઓ : 1. ટ્રાયનર્વિસટર્મિસ બાયફોર્મિસ, 2. યુટર્મિસની જાતિઓ (Eutermis sp.), 3. ટર્મિસ (અથવા સાઇક્લોટર્મિસ ઓબેસર,…

વધુ વાંચો >

કટલા (catla)

કટલા (catla) : અસ્થિમત્સ્ય. કુળ સાયપ્રિનિડી. મીઠાં જળાશયોમાં ઉપલા સ્તરે વાસ કરતી માછલી જે માનવખોરાકની ર્દષ્ટિએ સ્વાદિષ્ટ ગણાય છે. ભારતની નદીઓ અને સરોવરોમાં ‘મેજર કાર્પ્સ’ તરીકે ઓળખાતી માછલીઓમાં કટલા, રોહુ અને મ્રિગેલનું મત્સ્ય-સંવર્ધન મોટા પાયે કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીની દક્ષિણે કટલા માછલી મળી આવતી નથી. જોકે હવે…

વધુ વાંચો >

કણાભસૂત્રો

કણાભસૂત્રો : ચયાપચય ક્રિયાઓમાં અતિ મહત્વનો ભાગ ભજવતી બેવડા સ્તરવાળી કોષની અંગિકા. કણાભસૂત્રો સૌપ્રથમ સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં તાંતણા જેવા ગોળ કે લંબગોળ ઘટક રૂપે કોષરસમાં જોવા મળ્યા. સ્રાવી કોષો કે ગ્રંથિ કોષો કે જેમાં ચયાપચય ક્રિયા ખૂબ સતેજ હોય છે ત્યાં તે મોટી સંખ્યામાં દેખાય છે. ફેઝ કૉન્ટ્રાસ્ટ કે ઇન્ટરફેરન્સ…

વધુ વાંચો >

કબૂતર

કબૂતર : રાખોડી, સફેદ કે વિવિધ રંગોમાં, સમૂહમાં જોવા મળતું અને કૂવા, વાવ કે મકાનના ઝરૂખાની છત વગેરેમાં માળા બનાવતું એક શાંતિપ્રિય-નિર્દોષ પક્ષી. કબૂતર દુનિયાના ઘણાખરા દેશોમાં મળી આવે છે. સમૂહમાં ચણવાની તેની ટેવને કારણે તે હંમેશા બધાંને મનોરંજન પૂરું પાડે છે. તેનું વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય –…

વધુ વાંચો >