રાજેશ માનશંકર આચાર્ય

પ્રદૂષણ (pollution)

પ્રદૂષણ (pollution) માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક દ્રવ્યોના પ્રવેશ દ્વારા તથા કેટલીક કુદરતી ઘટનાઓની અસર રૂપે પર્યાવરણના સમતોલનને જોખમાવતી પ્રક્રિયા. પ્રદૂષણનું વર્ગીકરણ આ પ્રમાણે થઈ શકે : (i) વાયુ-પ્રદૂષણ, (ii) જળ-પ્રદૂષણ, (iii) રાસાયણિક પ્રદૂષણ, (iv) ભૂ-ઓઝોન-પ્રદૂષણ, (v) ભૂમિ-પ્રદૂષણ, (vi) ધ્વનિ-પ્રદૂષણ, (vii) કિરણોત્સર્ગી પ્રદૂષણ અને (viii) ઉષ્મીય પ્રદૂષણ. (i)…

વધુ વાંચો >

પ્લમ્બિંગ

પ્લમ્બિંગ પ્લમ્બિંગ એટલે પાઇપની ગોઠવણી. તેમાં પાઇપ તથા તેને સંબંધિત સાધનોની ગોઠવણી, જાળવણી તથા કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે. પાઇપની ગોઠવણી, પીવાનું તથા ઘરવપરાશ માટેનું પાણી પહોંચાડવા માટે તથા વપરાયેલા ગંદા પાણીનો તથા અન્ય ગંદા પ્રવાહીનો નિકાલ કરવા માટે કરવામાં આવે છે. પ્લમ્બિંગના હેતુઓ : (ક) શહેરની પાણીની ટાંકી કે જળાશયમાંથી…

વધુ વાંચો >

ફરમાકામ

ફરમાકામ : પ્રબલિત સિમેન્ટ કૉન્ક્રીટના બાંધકામ માટે તૈયાર કરાતું માળખું. માળખા દ્વારા જરૂરિયાત મુજબની બાજુઓ રચાય છે. આવી રીતે તૈયાર થયેલ  માળખા-ફરમાકામમાં કૉન્ક્રીટ ઢાળવામાં આવે છે. ફરમાને શટરિંગ પણ કહેવાય છે. ફરમાકામ લાકડાં, પ્લાયવુડ કે લોખંડનાં પતરાંનું બનાવાય છે. જે આકારના પ્રબલિત સિમેન્ટ-કૉન્ક્રીટનું બાંધકામ કરવાનું હોય તે આકારની પેટી જેવી…

વધુ વાંચો >

બોગદું

બોગદું (tunnel) : વાહનવ્યવહાર, પાણીના પરિવહન કે ખાણકામ માટે જમીનના અંદરના ભાગે ખોદાણ કરીને તૈયાર કરેલ માર્ગ (passageway) કે અમુક બાંધકામ માટે જમીનની અંદરના ભાગે તૈયાર કરેલ જગ્યા. બોગદાને સુરંગ પણ કહેવાય છે. બોગદું બનાવવાની આધુનિક રીતોમાં શારકામ(drilling)નો, દારૂગોળા દ્વારા વિસ્ફોટનનો કે અગાઉથી તૈયાર કરેલ નળીઓ(prefabricated tubes)નો ઉપયોગ થાય છે.…

વધુ વાંચો >

માટીકામ

માટીકામ : માટીનું ખોદાણ કે માટીનું પુરાણ. કોઈ પણ સિવિલ ઇજનેરી રચના માટે કરવામાં આવતું પાયાનું ખોદકામ એ માટીકામનો એક પ્રકાર છે. કોઈ પણ સિવિલ ઇજનેરી રચનાના બાંધકામની શરૂઆત કરવા માટે નિયત લેવલ ધરાવતી સપાટી(formation level)ની આવશ્યકતા રહેલી છે. આ નિયત લેવલનું મૂલ્ય રચના કરનાર ઇજનેર નક્કી કરે છે. રચનાના…

વધુ વાંચો >

મૂલ્ય-નિર્ધારણ

મૂલ્ય-નિર્ધારણ (Valuation) : મકાન કે અન્ય બાંધકામની યોગ્ય કિંમત નક્કી કરવાના અભિગમો. કિંમત-મૂલ્ય મિલકતના વેચાણભાવ, તેનાથી થતી આવક વગેરે બાબતો ધ્યાનમાં લઈને નિર્ધારિત કરવામાં આવે છે. મકાન અથવા મિલકતના બાંધકામમાં થયેલા ખર્ચને પડતર કિંમત (cost) કહેવામાં આવે છે; પણ આવી પડતર કિંમત અને તેમાં રોકાયેલી મૂડી પરનું વ્યાજ તથા મિલકતમાંથી…

વધુ વાંચો >

રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો

રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો રાષ્ટ્રવ્યાપી વ્યવહાર માટે યાતાયાતના માધ્યમરૂપ મોટા રસ્તાઓ. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક, ઔદ્યોગિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ માટે તથા રાજકીય સ્થિરતા માટે યોગ્ય યાતાયાત-વ્યવસ્થા હોવી જરૂરી છે. યોગ્ય યાતાયાત-વ્યવસ્થાના માધ્યમથી દેશના તથા દુનિયાના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઔદ્યોગિક કાચો માલ તથા ઉત્પાદન, જીવનજરૂરિયાતની ચીજો તથા લોકોની…

વધુ વાંચો >

રોપવે (aerial ropeway)

રોપવે (aerial ropeway) : દુર્ગમ પર્વતો કે ઊંચી-નીચી ખડકાળ જમીન પર દૂર માલસામાન ને મુસાફરો માટે દોરડા(કેબલ)નો ઉપયોગ કરતી યાતાયાતની એક રીત. કારખાના માટે ખાણમાંથી કાચો માલ લાવવા કે મોટો બંધ બાંધવા માટે માટી, કાંકરી, રેતી જેવા પદાર્થો પહોંચાડવા રોપવેનો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. હવે યાત્રાધામો અને પર્યટનસ્થળોમાં પણ…

વધુ વાંચો >

લાઇટ-શિપ

લાઇટ-શિપ : આધુનિક બંદરમાં પ્રવેશતી એપ્રોચ ચૅનલની હદરેખા પૂરેપૂરી અંકિત કરવાનું તેમજ સિગ્નલ-ઉપકરણથી સજ્જ કરવાનું એક મહત્વનું સાધન. બંદરપ્રવેશમાં માર્ગદર્શન માટેનાં સાધનોમાં દીવાદાંડી અને બોયા (buoys) ઉપરાંત લાઇટ-શિપનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ બધાં સાધનો સિગ્નલો આપે છે. આવા પ્રકારના સિગ્નલોમાં નીચે પ્રમાણેના ગુણધર્મો હોવા જોઈએ : –…

વધુ વાંચો >

વક્ર ન્યાસ (curve setting)

વક્ર ન્યાસ (curve setting) : રસ્તાના વક્રો(વળાંકો)ની ગોઠવણી. રસ્તા, રેલવે, કેનાલ વગેરે હંમેશાં સીધી દિશામાં જતાં બનાવી શકાતાં નથી. રસ્તામાં આવતા અવરોધો, જમીનની સ્થળાકૃતિને કારણે તેમની દિશા બદલવી પડે છે. આ દિશા બદલ સમક્ષિતિજ કે અક્ષીય હોઈ શકે. આ દિશા બદલ સરળ રીતે શક્ય બને તે માટે વક્રોની રચના કરવામાં…

વધુ વાંચો >