રાજેશ પરીખ

ઔષધનિર્માણ – ભૌતિક ક્રિયાઓ

ઔષધનિર્માણ, ભૌતિક ક્રિયાઓ ઔષધનાં વિવિધ પ્રરૂપો તૈયાર કરવામાં તથા કુદરતમાં મળતાં ઔષધીય દ્રવ્યોમાંથી સક્રિય ઘટકો શુદ્ધ રૂપમાં અલગ કરવા માટેની ક્રિયાવિધિ. આ ક્રિયાઓને રાસાયણિક ઇજનેરીમાં એકમ પ્રચાલનો(unit-operations)ના વર્ગમાં મૂકવામાં આવે છે. આ ક્રિયાઓ મુખ્યત્વે ભૌતિક ફેરફારો કરતી ક્રિયાઓ છે. ઘન તથા પ્રવાહીઓનું તથા ઊર્જાનું સ્થાનાન્તર, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, શુષ્કન, ચાળણ, ગાળણ…

વધુ વાંચો >