મ. ના. દેસાઈ

દ્વિસ્તરવાદ

દ્વિસ્તરવાદ (double layer theory) વિદ્યુતગતિજ (electrokinetic) અને વિદ્યુતકેશીય (electrocapillary) ઘટનાઓ સાથે સંકળાયેલી બાબતો સમજાવતો સિદ્ધાંત. જ્યારે પણ દ્રવ્યની બે પ્રાવસ્થા (phase) એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે વિભવાંતર (potential difference) ઉદભવે છે. વીજભારના વહનને કારણે આમ બને છે. જ્યાં સુધી સમકારી (equalizing) વીજભારોના વહનને કારણે ઉદભવતો વિભવાંતર (ΔΦ), બે…

વધુ વાંચો >

ધાત્વિક ક્ષારણ

ધાત્વિક ક્ષારણ (metallic corrosion) ધાતુ અને તેના પર્યાવરણ વચ્ચેની રાસાયણિક કે વીજરાસાયણિક પ્રક્રિયાને પરિણામે થતો ધાતુનો ક્ષય (destruction), અવક્રમણ (degradation) અથવા અવનતિ (deterioration). આ પ્રક્રિયા સાથે ઘણી વાર ભૌતિક કે યાંત્રિકી પરિબળો (factors) પણ સંકળાયેલાં હોય છે. સંસ્કૃતિના વિકાસની સાથે યંત્રોનો ઉપયોગ વધવા માંડ્યો છે. આ યંત્રોની રચનામાં વપરાતી ધાતુઓ…

વધુ વાંચો >

ધાત્વિક નિષ્ક્રિયતા

ધાત્વિક નિષ્ક્રિયતા (metallic passivity) ધાતુઓ દ્વારા પ્રદર્શિત થતી એક એવી અવસ્થા, જેમાં ધાતુ વીજરાસાયણિક માધ્યમ કે પર્યાવરણ સાથે પ્રક્રિયા કરવાની ઉષ્માગતિજ વૃત્તિ ધરાવવા છતાં તેમાં લાંબા સમય સુધી અપરિવર્તિત રહે છે. આ ઘટનાનું સૌપ્રથમ અવલોકન શોનબેઇન અને ફૅરેડેએ કર્યું હતું. ફૅરેડેએ જોયું કે લોખંડ ધૂમાયમાન (fuming) નાઇટ્રિક ઍસિડ સાથે સંસર્ગમાં…

વધુ વાંચો >

પરમાણુ-શસ્ત્રો (atomic અથવા nuclear weapons)

પરમાણુ–શસ્ત્રો (atomic અથવા nuclear weapons) દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર કરીને તૈયાર કરવામાં આવતાં વિનાશાત્મક યુદ્ધશસ્ત્રો. તમામ પરમાણુ-શસ્ત્રો વિસ્ફોટક પ્રયુક્તિઓ (devices) છે. તેમાં મિસાઇલ, બૉંબ, ટૉર્પિડો વગેરેનો સમાવેશ થાય છે. પરંપરાગત (conventional) શસ્ત્રો કરતાં પરમાણુ(ન્યૂક્લિયર)-શસ્ત્રો ઘણાં વધારે વિનાશાત્મક હોય છે. પરમાણુ-શસ્ત્રો બે પ્રકારનાં હોય છે : (1) વિખંડન-(fission) શસ્ત્રો, જે પરમાણુ-શસ્ત્રો તરીકે…

વધુ વાંચો >

પોલરૉગ્રાફી (polarography)

પોલરૉગ્રાફી (polarography) વિદ્યુતવિભાજનીય (electrolytic) કોષમાંના દર્શક વીજધ્રુવના વિભવના ફલન તરીકે વીજપ્રવાહના માપન દ્વારા દ્રાવણમાંના વિદ્યુતસક્રિય (electroactive) ઘટકની સાંદ્રતા શોધવાની વીજરાસાયણિક પદ્ધતિ. પોલરૉગ્રાફિક પદ્ધતિમાં એક ધ્રુવણીય સૂક્ષ્મ વીજધ્રુવ (polarizable micro-electrode) અને બીજા સંદર્ભ (અધ્રુવણીય) વીજધ્રુવ(દા. ત., સંતૃપ્ત કૅલોમલ વીજધ્રુવ, (SCE)નો ઉપયોગ થાય છે. સૂક્ષ્મ વીજધ્રુવ તરીકે ટપકતા પારાના (પારદબિંદુપાતી) વીજધ્રુવ(dropping mercury…

વધુ વાંચો >

ભારમાપક પૃથક્કરણ

ભારમાપક પૃથક્કરણ (Gravimetric Analysis) માત્રાત્મક વિશ્લેષણ(quantitative analysis)નો એક પ્રકાર, જેમાં ઇચ્છિત ઘટક(તત્વ કે સમૂહ)ને સામાન્ય રીતે અવક્ષેપન (precipitation) દ્વારા શક્ય તેટલા શુદ્ધ સંયોજન રૂપે મેળવી તેને શુષ્ક બનાવી, તેનું વજન કરવામાં આવે છે. કોઈ કોઈ કિસ્સામાં એવું સંયોજન કે તત્વ પણ ઉદભવે છે કે જેમાં ઇચ્છિત તત્વ ન હોય, પણ…

વધુ વાંચો >

સ્ટેનલેસ સ્ટીલ

સ્ટેનલેસ સ્ટીલ (કાટસહ્ય પોલાદ, Stainless Steel) જેને કાટ લાગતો ન હોય તેમજ જે ક્ષારણ(corrosion)નાં અન્ય સ્વરૂપોનો પણ અસાધારણ પ્રતિકાર કરી શકતી હોય તેવી લોહ (આયર્ન, Fe) આધારિત મિશ્રધાતુઓના સમૂહ માટેનું જાતિગત (generic) નામ. સામાન્ય રીતે તે ઓછામાં ઓછું 11 %થી 12 % ક્રોમિયમ (Cr), કાર્બન (C)નું નીચું પ્રમાણ તેમજ નિકલ…

વધુ વાંચો >