મ્યુઝિયમ (કલાવિષયક)

મ્યુઝિયમ (કલાવિષયક)

મ્યુઝિયમ (કલાવિષયક) : સૌંદર્યમૂલક અને સાંસ્કૃતિક સામાજિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ કે નમૂનાઓ અને દસ્તાવેજોની જાળવણી તથા પ્રદર્શન માટેની સંસ્થા. કલા-મ્યુઝિયમની પ્રવૃત્તિમાં વિશેષ ગુણવત્તા ધરાવતી અને મૂલ્યવાન વસ્તુઓની પ્રાપ્તિ, તેમની કાળજીભરી સાચવણી, તેમની સુયોજિત ગોઠવણી, તેમનું હેતુલક્ષી પ્રદર્શન, જનસમુદાય માટે કલાશિક્ષણનો પ્રબંધ તેમજ કલા-ઇતિહાસને લગતું સંશોધન જેવી બહુવિધ કામગીરીનો…

વધુ વાંચો >

સાપુતારા મ્યુઝિયમ

સાપુતારા મ્યુઝિયમ : ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલું ડાંગ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિને તાદૃશ કરતું સંગ્રહાલય. ગુજરાત સરકાર દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના 1970માં થઈ હતી. ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારનાં ઓજારો અહીં પ્રદર્શિત છે, જેમની કુલ સંખ્યા 420ની છે. માનવસમાજશાસ્ત્ર(Anthro-pology)ની દૃષ્ટિએ આ મ્યુઝિયમ ઘણું…

વધુ વાંચો >