મોહુકો
મોહુકો
મોહુકો (Crow, Pheasant) : ભારતભરમાં જોવા મળતું નિવાસી પક્ષી. અં. ક્રો-ફેઝન્ટ; હિં. મહોખ; ગુ. મેહુકો અને હોક્કો પણ કહેવાય છે. તેનાં નવાં નામ ધુકિયો અને ધોમરો પણ છે. તેને ‘જામનગરી કાગડો’ પણ કહે છે. નર-માદાનો રંગ એકસરખો. કદ 50.80 સેમી. કદમાં કાગડા કરતાં મોટો; માથું, ડોક ને છાતીનો ઉપલો ભાગ…
વધુ વાંચો >