મોઢેરા
મોઢેરા
મોઢેરા (સ્થાપત્ય અને શિલ્પકલા) : મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાનું એક ઐતિહાસિક નગર અને સોલંકીકાલીન શિલ્પ-સ્થાપત્યશૈલીનું અનુપમ કેન્દ્ર. પ્રાચીન ગ્રંથોમાં તેનો ‘મોહેરક’, ‘મોઢેરક’, ‘મોહડવાસક’, ‘મોઢેરપુર’ જેવાં નામોથી ઉલ્લેખ થયો છે. મૂળમાં અહીં મોઢ બ્રાહ્મણોનો વસવાટ થયો ત્યારે તે ‘ભગવદગ્રામ’ નામે ઓળખાતું હતું. ધીમે ધીમે તેનો વિકાસ થતાં તે ‘મોહેરક’, ‘મોઢેરક’ વગેરે…
વધુ વાંચો >