મૅકૅરૉવ નૅતૅલિયા
મૅકૅરૉવ, નૅતૅલિયા
મૅકૅરૉવ, નૅતૅલિયા (જ. 21 નવેમ્બર 1940, લેનિનગ્રાડ) : સાંપ્રત સમયનાં અગ્રણી બૅલે નર્તિકા. નાટ્યાત્મક નૃત્ય-શૈલીથી પ્રભાવિત કરનારાં અને નૃત્યકલાની ર્દષ્ટિએ સર્વાંગસંપૂર્ણ નિપુણતા ધરાવનારાં બૅલે-નૃત્યાંગના તરીકે તેઓ વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. 1959માં તેમણે લેનિનગ્રાડ કૉરિયોગ્રાફિક સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને તુરત જ કિરૉવ બૅલે કંપનીમાં જોડાયાં. ‘કિરૉવ’ની પ્રારંભિક યુરોપ-યાત્રા (1961) દરમિયાન…
વધુ વાંચો >