મુકુન્દ કોટેચા
રમણ મહર્ષિ
રમણ મહર્ષિ (જ. 30 ડિસેમ્બર 1879; તિરુચ્ચુળી, તમિલનાડુ, અ. 14 એપ્રિલ 1950, તિરુવન્નમલૈ) : અર્વાચીન ભારતીય તત્વજ્ઞ સંત. તેમનો જન્મ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના રામનાડ જિલ્લામાં મદુરાઈ પાસે આવેલા તિરુચ્ચુળીમાં પિતા સુંદરઅય્યર અને માતા અળગમ્માળને ત્યાં થયેલો. મૂળ નામ વેંકટરમણ. પાછળથી તેઓ ‘રમણ મહર્ષિ’ બન્યા. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામમાં…
વધુ વાંચો >રહસ્યવાદ (mysticism)
રહસ્યવાદ (mysticism) : રહસ્યાનુભૂતિને અનુલક્ષીને અધ્યાત્મ- ક્ષેત્રે પ્રવર્તતી એક વિચારધારા. રહસ્યવાદ માટે અંગ્રેજી ભાષામાં મિસ્ટિસિઝમ (mysticism) શબ્દ છે. ભારતીય ભાષાઓમાં ‘અગમ્યવાદ’, ‘ગૂઢવાદ’, ‘અપરોક્ષાનુભૂતિવાદ’, ‘અધ્યાત્મવાદ’, ‘પરાવિદ્યા’ વગેરે તેના પર્યાયો પ્રચલિત છે ‘અમરકોશ’ પ્રમાણે ‘रहस्’ શબ્દનો અર્થે ‘એકાન્ત, નિર્જન કે ગુપ્ત’ એવો થાય છે. ભગવદગીતામાં અધ્યાત્મજ્ઞાનના રહસ્યને ગુહ્યાત્ ગુહ્યતરમ્’, ‘સર્વગુહ્યાનામ્’ વગેરે શબ્દો…
વધુ વાંચો >શેલિંગ, ફિડરિખ વિલહેલ્મ
શેલિંગ, ફિડરિખ વિલહેલ્મ (જ. 27 જાન્યુઆરી 1775, લિયરેનબર્ગ, જર્મની; અ. 20 ઑગસ્ટ 1854, રોગત્ઝ, સ્વિટ્ઝર્લૅન્ડ) : પાશ્ચાત્ય તત્વજ્ઞાની. તેમનો વિદ્યાર્થીકાળ ખૂબ તેજસ્વી હતો. 1790થી 1795 સુધી ટ્યૂબિનગેન યુનિવર્સિટીમાં તેમણે તત્વજ્ઞાન અને ઈશ્વરવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. હેગલ તેનાથી પાંચ વર્ષ આગળ છતાં સમકાલીન હતા. શેલિંગે તેની સત્તર વર્ષની ઉંમરે ‘ધ ફૉલ…
વધુ વાંચો >શૉપનહૉર, આર્થર હેન્રિચ
શૉપનહૉર, આર્થર હેન્રિચ (જ. 22 ફેબ્રુઆરી 1788, ડાન્ઝિંગ, પ્રુશિયા; અ. 21 સપ્ટેમ્બર 1860, ફ્રૅન્કફર્ટ, જર્મની) : જાણીતા પાશ્ચાત્ય તત્વજ્ઞાની. તેમનો જન્મ વેપારી કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ હેન્રિચ અને માતાનું નામ જોહાના હતું. આર્થર જ્યારે પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના કુટુંબે વતન છોડી હમ્બર્ગને વસવાટ બનાવ્યું. પિતા હેન્રિચ…
વધુ વાંચો >