મહેશ ત્રિવેદી

ગિબ્સન રણ

ગિબ્સન રણ : ઑસ્ટ્રેલિયા ખંડનો મરુભૂમિવાળો પશ્ચિમ ભાગ. ભૌગોલિક સ્થાન : 24° 30´ દ. અ. અને 126° 00´ પૂ. રે.. વિસ્તાર : 2,20,000 ચોકિમી.. તે ઉચ્ચસમભૂમિ અને રણપ્રદેશોથી છવાયેલો છે. અતિપ્રાચીન અવિચળ ભૂમિભાગ (shield) ધરાવતો અર્ધ ઉપરાંતનો પશ્ચિમ ભાગ કવાર્ટ્ઝાઇટ ખડકોનો બનેલો છે. પશુપાલન અને ખેતીની સુવિધા ધરાવતા આ ભૂમિભાગમાં…

વધુ વાંચો >

ગુઆહાટી

ગુઆહાટી : આસામ રાજ્યનું મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 26° 10´ ઉ. અ. અને 91° 45´ પૂ. રે.. આસામનું પાટનગર ભલે દિસપુર હોય; પરંતુ તેનું રાજકીય પાટનગર ગુઆહાટી છે, જ્યાં તેની વડી અદાલતનું મથક છે. ગુઆહાટીનું જૂનું નામ પ્રાગજ્યોતિષપુર હતું. બ્રહ્મપુત્ર નદીને કિનારે વસેલું આસામનું આ સૌથી મોટું શહેર છે.…

વધુ વાંચો >

પિટ્સબર્ગ

પિટ્સબર્ગ : યુ. એસ.ના પેન્સિલવેનિયા રાજ્યમાં આવેલું ઔદ્યોગિક મહત્વ ધરાવતું શહેર. રાજ્યમાંનાં મોટામાં મોટાં શહેરો પૈકી ફિલાડેલ્ફિયા પછી તે બીજા ક્રમે આવે છે. ભૌ. સ્થાન : 40o 26′ ઉ. અ. અને 79o 59′ પ. રે. તે રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ઍલિગેની, મોનાગહીલા અને ઓહાયો નદીઓના સંગમસ્થાને, ઍલિગેની પર્વતોની તળેટી-ટેકરીઓ પર વસેલું…

વધુ વાંચો >