મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી
ઇસ્લામ
ઇસ્લામ : વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક. ઇસ્લામ, ઈશ્વરપ્રેરિત વિશ્વવ્યાપી ધર્મપરંપરાનો એક ભાગ છે. ઈશ્વરે આત્મપરિચય અર્થે સૃષ્ટિ અને તેની અંદર માનવીનું સર્જન કર્યું હતું. આ માનવી ઈશ્વરનો પરિચય મેળવે, જીવન વિતાવવાનું માર્ગદર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ પછીના શાશ્વત જીવનમાં સફળ થઈ જાય તે માટે ઈશ્વરે પોતાના પયગંબરો, રસૂલો, નબીઓ, અવતારો…
વધુ વાંચો >બુખારી, શરફુદ્દીન મુહમ્મદ
બુખારી, શરફુદ્દીન મુહમ્મદ (જ. ?; અ. 1515) : ‘તારીખે ગુજરાત’ નામના ફારસી ગ્રંથના લેખક. શરફુદ્દીન મુહમ્મદ બિન અહમદ બિન ઈસા બિન અલી બુખારી વિશે માહિતી ઉપલબ્ધ નથી. તેમના ઇતિહાસ ઉપરથી જાણવા મળે છે કે તેમણે ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ ત્રણ ખંડોમાં ફારસી ભાષામાં લખ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તેના પહેલા બે ખંડ…
વધુ વાંચો >બુખારી, સૈયદ મહમૂદ બિન મુનવ્વિરુલ્મુલ્ક
બુખારી, સૈયદ મહમૂદ બિન મુનવ્વિરુલ્મુલ્ક (સોળમી સદીમાં હયાત) : ફારસી તવારીખકાર. તેઓ વટવા(અમદાવાદ)ના પ્રખ્યાત બુખારી સંત હ. બુરહાનુદ્દીન કુત્બે આલમના વંશજ હતા. તેમનું વાંશિક નામ આ પ્રમાણે છે : મહમૂદ બિન જલાલ મુનવ્વિરુલ મુલ્ક બિન મુહમ્મદ ઉર્ફે સય્યદજી બિન અબ્દુલવહાબ બિન એહમદ ઉર્ફે શાહપીર બિન બુરહાનુદ્દીન કુત્બે આલમ. તેમનો જન્મ…
વધુ વાંચો >