મહેતા શારદાબહેન

મહેતા, શારદાબહેન

મહેતા, શારદાબહેન (જ. 26 જૂન 1882, અમદાવાદ; અ. 13 નવેમ્બર 1970) : સમાજસુધારક, સ્વાતંત્ર્યસૈનિક, મહિલા-ઉત્કર્ષનાં પ્રણેતા. શિક્ષિત મધ્યમ વર્ગના નાગર પરિવારમાં જન્મેલાં શારદાબહેનના પિતા તે ગોપીલાલ મણિલાલ ધ્રુવ. તેમની માતા બાળાબહેન ગુજરાતના પ્રસિદ્ધ સામાજિક સુધારક ભોળાનાથ સારાભાઈ દિવેટિયાનાં પૌત્રી હતાં. શારદાબહેને 1897માં મૅટ્રિક અને 1901માં લૉજિક અને મૉરલ ફિલૉસૉફી વિષયો…

વધુ વાંચો >