મફતલાલ જેસિંગભાઈ પટણી

અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિકિરણ

અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિકિરણ (radiation) : દૃશ્ય પ્રકાશથી નાની અને ઍક્સ-કિરણો કરતાં મોટી (4થી 400 ને.મી. અથવા 40થી 4000 ગાળાની) તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય (electromagnetic) વિકિરણ. તરંગ (wave) દ્વારા ઊર્જાનું સંચારણ (transmission) વિદ્યુતચુંબકીય વિકિરણ તરીકે ઓળખાય છે. ઉષ્માનાં કિરણો, દૃશ્ય પ્રકાશનાં કિરણો, ઍક્સ-કિરણો વગેરે વિદ્યુતચુંબકીય વર્ણપટ(spectrum)ના પેટાવિભાગો છે. તેમની વચ્ચેનો તફાવત ફક્ત…

વધુ વાંચો >

અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજ

અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજ (ultracentrifuge) : ગુરુત્વાકર્ષણ કરતાં લગભગ 2,50,000 ગણું બળ ઉપજાવતી, સંવહનરહિત, (convection-free) ઉચ્ચગતિક (high speed) પરિભ્રમણીય અલગન પ્રયુક્તિ. 1923માં સ્વેડબર્ગે અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજનો ઉપયોગ કરીને રક્તમાંનું હીમોગ્લોબિન ચાર પ્રોટીન એકમોનું બનેલું છે તેમ પુરવાર કર્યું હતું. કલિલ(colloid) દ્રાવણને ઠરવા દેતાં ભારે કણો તળિયે બેસે છે, જ્યારે હલકા કણો ઉપર તરે છે. કણની…

વધુ વાંચો >

ઇલેક્ટ્રોડાયાલિસિસ

ઇલેક્ટ્રોડાયાલિસિસ (વિદ્યુત-પારશ્લેષણ) : વિદ્યુતક્ષેત્રની મદદથી કરવામાં આવતું ઝડપી અપોહન (dialysis). સ્ફટિકમય અને કલિલ (colloid) પદાર્થોને અર્ધપારગમ્ય (semipermeable) પડદા મારફત અલગ પાડવાની વરણાત્મક ક્રિયાને ડાયાલિસિસ કહે છે. સ્ફટિકમય પદાર્થોના અણુભાર નીચા હોય છે અને તેથી તેમનું કદ કલિલકણોની સરખામણીમાં નાનું હોય છે. આથી સ્ફટિકમય પદાર્થના કણો પડદાની આરપાર સરળતાથી પ્રસરણ કરી…

વધુ વાંચો >

ઇલેકટ્રોફૉરિસિસ

ઇલેકટ્રોફૉરિસિસ (electrophoresis, વિદ્યુતકણ-સંચલન) : વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ દ્રાવણમાં અથવા નિલંબન- (suspension)માં રહેલા વીજભારિત કણોનું અભિગમન. પ્રત્યેક કણ તેનાથી વિરુદ્ધની વિદ્યુતધ્રુવીયતા (electrical polarity) ધરાવતા વીજધ્રુવ તરફ જાય છે. સામાન્ય રીતે મોટાભાગના (નિલંબિત) ઘન કણો, તેમની ઉપર ઋણ વીજભાર હોવાથી ધન વીજધ્રુવ તરફ જ્યારે ધનાયનોનું અધિશોષણ થવાને લીધે ધનવીજભારિત એવા બેઝિક રંગકો…

વધુ વાંચો >

કલિલ

કલિલ (colloid) : પદાર્થની એવી બારીક સ્થિતિ જેમાં તેના કણોના એકમ કદ અથવા એકમ દળ દીઠ વધુમાં વધુ પૃષ્ઠીય ક્ષેત્રફળ (surface area) હોય. રાસાયણિક સંરચના (chemical composition – સ્ફટિકમય / અસ્ફટિકમય) ભૌમિતિક આકાર અથવા ઘન, પ્રવાહી કે વાયુ સ્થિતિને ધ્યાનમાં લીધા વગર પદાર્થનો કણ જ્યારે 1 માઇક્રોમીટરથી નાનો પણ 1…

વધુ વાંચો >