મનસુખલાલ સાવલિયા
ભોજો ભગત
ભોજો ભગત (જ. 1785, દેવકીગાલોલ, જેતપુર; અ. 1850) : ચાબખા લખનાર મધ્યકાળનો પ્રખ્યાત ગુજરાતી ભક્ત કવિ. તેમની જન્મતિથિ નિર્ણીત નથી, પરંતુ પરંપરાથી તેમની કર્મભૂમિ ફત્તેપુર(અમરેલી)માં વૈશાખી પૂર્ણિમાએ તેમની જન્મજયંતીનો મહોત્સવ ઊજવવામાં આવે છે. ભોજા ભગતના પિતાનું નામ કરશન ભગત તથા માતાનું નામ ગંગાબાઈ હતું. જ્ઞાતિએ સાવલિયા અટકના લેઉવા પાટીદાર હતા.…
વધુ વાંચો >