મધુકાંત ર. ભટ્ટ

લૉકગેટ

લૉકગેટ : જેમાં છેડાઓ (ends) ખુલ્લા હોય તેવી લંબચોરસ આકારની એક ચૅમ્બર કે જેમાં દરવાજાઓની મદદથી બે અલગ અલગ સ્તર ધરાવતાં પાણી વચ્ચે જહાજને સ્થાનાંતરિત કરી શકાય. લૉકગેટની મદદથી જહાજને ગોદી(Dock)માં દાખલ કરી શકાય છે. આ ચૅમ્બરના છેડાઓ પર ખોલ-બંધ કરી શકાય તેવા દરવાજાઓ જડવામાં આવે છે. આ કારણસર આ…

વધુ વાંચો >

શિલાધાર ઇજનેરી (Foundation Engineering)

શિલાધાર ઇજનેરી (Foundation Engineering) ઇમારતોના શિલાધાર(પાયા)ને લગતી ઇજનેરી; જેમાં શિલાધારની ડિઝાઇન, રચના, પ્રકારો, ચકાસણી, વપરાતો માલસામાન તેમજ ખાસ લેવાની થતી કાળજી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ઇમારતોની ડિઝાઇન, રચના, બાંધકામ વગેરે બાબતો સિવિલ ઇજનેરીનો મુખ્ય ભાગ છે અને એ રીતે શિલાધાર ઇજનેરી પણ સિવિલ ઇજનેરીનો એક મહત્વનો ભાગ બની રહે…

વધુ વાંચો >

સર્વેક્ષણ (surveying)

સર્વેક્ષણ (surveying) : કોઈ પણ પ્રદેશમાંની વિવિધ પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક બાબતોને યોગ્ય પ્રમાણમાપના નકશા કે આકૃતિઓમાં તેમનાં સાચાં સ્થાનો પર દર્શાવવાની પદ્ધતિ. એક રીતે જોઈએ તો સર્વેક્ષણ એ એક પ્રકારની કળા પણ ગણાય. અંગ્રેજી શબ્દ ‘સર્વે’ (survey) માટે ગુજરાતી ભાષામાં ‘સર્વેક્ષણ’ શબ્દ ‘ભૂમિમાપન’, ‘ભૂમિમાપણી’ કે ‘ભૂમિમોજણી’ માટે વપરાય છે. કોઈ…

વધુ વાંચો >

સલામતી મૅનેજમેન્ટ (બાંધકામ-કાર્યોમાં)

સલામતી મૅનેજમેન્ટ (બાંધકામ-કાર્યોમાં) : બાંધકામ દરમિયાન કોઈ પણ પ્રકારના અકસ્માતો થતા અટકાવવા માટેની સલામતી-વ્યવસ્થા. અકસ્માત એટલે આકસ્મિક બનતી ઘટના. બાંધકામ દરમિયાન આકસ્મિક ઘટનાઓ થઈ શકે છે. આવી ઘટનાઓમાં મજૂરનું ઊંચાઈએથી પડી જવું, મશીનમાં કારીગરના હાથ-પગ કપાઈ જવા, માટી-ખોદકામમાં માટી ધસી પડતાં મજૂરનું દટાઈ જવું, ગરમ ડામર પાથરતાં દાઝી જવું વગેરે…

વધુ વાંચો >

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI)

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI) : માર્ગોના વિકાસને લગતા સંશોધન માટેની કેન્દ્રીય સંસ્થા. ભારતમાં માર્ગોના આયોજન, અભિકલ્પન, બાંધકામ અને નિભાવ માટેની એવી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે કે જેમનું સમાધાન વિશ્વના અન્ય દેશોમાં થયેલાં સંશોધનોનાં તારણોનો ઉપયોગ કરીને થઈ ન શકે. તે અંગે સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈને આગવો ઉકેલ શોધવો જરૂરી…

વધુ વાંચો >