ભાનુપ્રસાદ મનસુખરામ નિર્મળ

દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય

દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય : આયુર્વેદમાં મુખ્યત્વે નવ કારણ દ્રવ્યો વર્ણવ્યાં છે : આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દિશા, કાળ, આત્મા અને મન. તે પૈકી પાંચ મહાભૂતો જડ અને ચેતન બધાં દ્રવ્યોમાં હોવાથી આયુર્વેદમાં સર્વ દ્રવ્યો પંચભૌતિક ગણવામાં આવેલ છે. મહાભૂતોની અધિકતા દ્રવ્યોમાં રહેલ ગુણકર્મોને આધારે દર્શાવવામાં…

વધુ વાંચો >

પ્રમેહ

પ્રમેહ : આયુર્વેદ અનુસાર અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ રોગ. આ રોગમાં વારંવાર, અધિક પ્રમાણમાં ડહોળા (आविल) મૂત્ર(પેશાબ)ની પ્રવૃત્તિ જોવા મળે છે. આયુર્વેદ પ્રમેહને અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ વ્યાધિ માને છે. પ્રમેહનો રોગી નીચે દર્શાવેલ ચાર લક્ષણો ધરાવે છે : (1) અતિ ડહોળા મૂત્રનો ત્યાગ કરવો, (2) ભૂખ અધિક લાગે, તરસ…

વધુ વાંચો >

પ્રસારણી

પ્રસારણી : જેના ઉપયોગથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટાં થાય તે આયુર્વેદિક ઔષધ. પ્રસારણીને ‘अपेहिवाता’ અર્થાત્ વાતદોષદૂરકર્તા પણ કહે છે. ઔષધિનાં અન્ય નામો : સંસ્કૃત, હિન્દી, ગુજરાતી – બધી ભાષામાં તે ‘પ્રસારણી’ નામે અને મરાઠીમાં પ્રસારણ નામે, લૅટિનમાં Paederia faetida તથા બંગાળીમાં ‘ગંધમાદુલિયા’ નામે ઓળખાય છે. તે મંજિષ્ઠાદિ વર્ગ –…

વધુ વાંચો >