ભાનુપ્રસાદ પંડ્યા

ઊર્મિકાવ્ય

ઊર્મિકાવ્ય : સામાન્યત: ઊર્મિના પ્રાધાન્યવાળું કાવ્ય. મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos પરથી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાઈ છે. લાઇર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગવાતી. સ્વરૂપ : વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઊર્મિકાવ્યનો પ્રકાર ઊર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઊર્મિ એનું પ્રાણતત્વ છે.…

વધુ વાંચો >

ઋતુકાવ્ય

ઋતુકાવ્ય : પ્રકૃતિનિરૂપણને પ્રાધાન્ય આપતી કાવ્યરચના. વર્ષના અમુક કાલખંડમાં પલટાતી નિસર્ગની વિભિન્ન મુદ્રાઓરૂપ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ છ ભારતીય ઋતુઓમાંથી કોઈ એક, વધુ કે આખા ઋતુચક્રમાં બદલાતા વાતાવરણનું વર્ણન તેમાં મળે છે. તે ઋતુચક્રનું એના નિશ્ચિત ક્રમમાં જ નહિ પણ કોઈ એક ઋતુથી પ્રારંભીને પછી ક્રમશ:…

વધુ વાંચો >

કાન્હડદે પ્રબંધ

કાન્હડદે પ્રબંધ (1456) : જૂની ગુજરાતીનું ઐતિહાસિક પ્રબંધકાવ્ય. ચરિત્રાત્મક રચના, વીરરસપ્રધાન કાવ્ય, ઇતિહાસ સાથે ઇષત્ કવિકલ્પનાના અંશોવાળું, રસપ્રદ કથાનક ધરાવતું કાવ્ય. રચયિતા કવિ પદ્મનાભ પંદરમા શતકના જૂની ગુજરાતી ભાષાના ગણનાપાત્ર કવિ, વીસલનગરા નાગર બ્રાહ્મણ, વિદ્વાન અને બહુશ્રુત કાવ્યસેવી, જાલોરના રાજા અખેરાજજીના આશ્રિત રાજકવિ, ‘પુણ્યવિવેક’ના બિરુદથી તત્કાલીન કાવ્યજ્ઞોમાં પ્રસિદ્ધ. કૃતિના કેન્દ્રસ્થાને…

વધુ વાંચો >

ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય

ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય (જ. 23 ઑક્ટોબર 1869, ભરૂચ; અ. 2 જાન્યુઆરી 1952, મુંબઈ) : યુગપ્રભાવક ગુજરાતી કવિ અને પ્રથમ પંક્તિના વિદ્વાન. દાદા પોતાની અટક ‘સેહૅની’ લખતા તેને બળવંતરાયે ઉપનામ તરીકે પસંદ કરેલી. શરૂઆતમાં તખલ્લુસ ‘વલ્કલ’ પણ રાખેલું. જ્ઞાતિ વીશા બ્રહ્મક્ષત્રિય. પત્ની ચંદ્રમણિબહેન. પ્રાથમિક શિક્ષણ વતન ભરૂચમાં અને પછી પિતાની નોકરીને…

વધુ વાંચો >