ભરત કાં. શાહ

આઇબુપ્રોફેન

આઇબુપ્રોફેન (ibuprofen) : દુખાવો અને શોથ (inflammation) ઘટાડતું અને તાવ ઉતારતું ઔષધ, C13H18O2 = 206.2. ઈજા, ચેપ કે અન્ય કારણોસર શરીરની પેશીઓમાં પીડાકારક સોજો આવે અને તેમાં લોહીનું પરિભ્રમણ વધવાથી તે ગરમ થાય તેને શોથનો વિકાર કહે છે. મુખમાર્ગે અપાતી આ દવાની અસરો એસ્પિરિન જેવી અને જેટલી છે. તે પ્રૉસ્ટાગ્લૅન્ડિન…

વધુ વાંચો >

આયોડિન (આયુર્વિજ્ઞાન)

આયોડિન (આયુર્વિજ્ઞાન) : શરીરમાં રહેલા કુલ આશરે 20થી 25 મિગ્રા. (157-197 માઇક્રોમોલ) જેટલા આયોડિનમાંનું લગભગ બધું જ આયોડિન ગલગ્રંથિ(thyroid gland)માં હોય છે. તે ગલગ્રંથિના અંત:સ્રાવો ઉત્પન્ન કરવામાં વપરાય છે. સામાન્ય માણસને દરરોજ 15૦ માઇક્રોગ્રામ (1.18 માઇક્રોમોલ) આયોડિનની અથવા 197 માઇકોગ્રામ પોટૅશિયમ આયોડાઇડની જરૂર પડે છે. આયોડિન ધરાવતા મુખ્ય આહારી પદાર્થોને…

વધુ વાંચો >