ભટ્ટ જ્યોત્સ્ના
ભટ્ટ, જ્યોત્સ્ના
ભટ્ટ, જ્યોત્સ્ના (જ. 1940, માંડવી, કચ્છ) : ગુજરાતનાં સ્ત્રી-શિલ્પી અને સિરામિસ્ટ (ચિનાઈ માટીનાં પાત્ર-શિલ્પ બનાવનાર). વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી 1962માં તેમણે શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. 1965માં અને ’66નાં 2 વર્ષ દરમિયાન અમેરિકામાં ન્યૂયૉર્કની ‘બ્રુક્લિન મ્યુઝિયમ આર્ટ સ્કૂલ’માં સિરામિક્સનો વધુ અભ્યાસ કર્યો. આ 2 વર્ષ દરમિયાન તેમને ‘વર્કિગ સ્ટુડન્ટ્સ સ્કૉલરશિપ’ પણ મળી.…
વધુ વાંચો >