ભટ્ટ ચિમનલાલ પ્રાણલાલ
ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ
ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ (જ. 21 નવેમ્બર 1901, ભરૂચ; અ 10 જુલાઈ 1986, વેડછી, જિ. સૂરત) : ગુજરાતી કવિ, બાળવાર્તાલેખક, વેડછી સ્વરાજ આશ્રમના નિયામક, સ્વાતંત્ર્યસેનાની. ચિમનભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક થઈ થોડો સમય કરાંચીમાં શારદામંદિરમાં શિક્ષક રહ્યા. ત્યાંથી સૂરત આવી રાષ્ટ્રીય વિદ્યાલયમાં જોડાયા. આ પહેલાં, 1924માં ખાદીભક્ત ચૂનીભાઈ મહેતા ગાંધીજીની પ્રેરણાથી વાલોડ…
વધુ વાંચો >