બી. એમ. રાવ
વર્લ્ડ મીટિઅરોલૉજિકલ ઑર્ગેનિઝેશન (WMO)
વર્લ્ડ મીટિઅરોલૉજિકલ ઑર્ગેનિઝેશન (WMO) : વિશ્વનું મોસમ-વિજ્ઞાન સંગઠન. તેમાં 187 સભ્ય રાષ્ટ્રો છે. 1873માં સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠન(International Meteorological Organization IMO)માંથી તેનો ઉદભવ થયો છે. 1950માં સ્થપાયેલ WMO, મોસમવિજ્ઞાન (હવામાન અને આબોહવા), સંક્રિયાત્મક જલવિજ્ઞાન અને આનુષંગિક ભૌગોલિક વિજ્ઞાન સાથે રાષ્ટ્રસંઘ(UN)ના વિશિષ્ટ ઘટક તરીકે બહાર આવ્યું છે. સ્થાપનાકાળથી WMOએ માનવસુખાકારી માટે…
વધુ વાંચો >વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW)
વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW) : વિશ્વ મોસમવિજ્ઞાન સંગઠન(World Meteorological Organization, WMO)નો 1963માં શરૂ કરવામાં આવેલ એક ખાસ મહત્વનો કાર્યક્રમ. વિશ્વમાં મોસમવિજ્ઞાન સંબંધી પ્રવૃત્તિના સંકલન, માનકીકરણ (standardization) અને પ્રોત્સાહન માટે 1951માં WMOની કામગીરી શરૂ થઈ હતી, જે 1873માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠન(International Meteorological Organization)ની અનુગામી હતી. WWWના માધ્યમ…
વધુ વાંચો >વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ)
વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ) : વરસાદ આવવાની પ્રક્રિયા. પૃથ્વી પરનું સમગ્ર જીવન મૂળભૂત રીતે જોતાં જળઆધારિત છે. પૃથ્વીની સપાટીનો લગભગ 70 % ભાગ જળઆચ્છાદિત છે. તેમ છતાં એક કિમી.ની ઊંડાઈ સુધીનું ભૂગર્ભીય જળ, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ કે વહેણો તેમજ વાતાવરણીય ભેજ કુલ જળરાશિના માત્ર 0.3 % જેટલું જ પ્રમાણ ધરાવે…
વધુ વાંચો >વર્ષાઋતુ (Monsoon)
વર્ષાઋતુ (Monsoon) : દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદની ઋતુ એટલે વર્ષાઋતુ. આ ઋતુ માટે વપરાતો અંગ્રેજી શબ્દ ‘Monsoon’ મૌસિમ (અર્થાત્ ઋતુ) નામના મૂળ અરબી શબ્દ પરથી ઊતરી આવેલો છે. દક્ષિણ એશિયાનું ઋતુચક્ર ત્યાં બદલાતી રહેતી પવનોની દિશા પર…
વધુ વાંચો >વાયુસમુચ્ચય અને વાતાગ્ર (air masses and air front)
વાયુસમુચ્ચય અને વાતાગ્ર (air masses and air front) પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલા વાતાવરણમાં રહેલા હવાના વિશાળ જથ્થા. તે વાતસમુચ્ચય તરીકે પણ ઓળખાય છે. તે વાતાવરણમાં આશરે 1,600 કિમી.ની ઊંચાઈએ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈમાં ઘણા મોટા વિસ્તારો આવરી લે છે. ત્યાંની વિવિધ ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં તેમની અંદર તાપમાન અને ભેજનું વિતરણ એકસરખું…
વધુ વાંચો >સૂક્ષ્મ તરલ દ્રવ્યો (Aerosols)
સૂક્ષ્મ તરલ દ્રવ્યો (Aerosols) : હવામાં તરતા રહેતા અતિસૂક્ષ્મ કણો. આ પૈકીનું ઘણુંખરું કણદ્રવ્ય જ્વાળામુખી પ્રસ્ફુટનમાંથી, ઊડી આવેલી રજમાંથી, જંગલમાં લાગેલા દવ કે ઘાસભૂમિમાં લાગેલી આગમાંથી, જીવંત વનસ્પતિમાંથી તેમજ સમુદ્રજળશીકરોના છંટકાવમાંથી ઉદભવીને (કુદરતી રીતે) એકત્રિત થયેલું હોય છે. કેટલાક કણો માનવસર્જિત પણ હોઈ શકે છે, જેવા કે કોલસો બળવાથી બનેલી…
વધુ વાંચો >