બીજલ બુટાલા
ગુલામ મોહમ્મદ
ગુલામ મોહમ્મદ (જ. 1904, બિકાનેર; અ. 17 માર્ચ 1968, મુંબઈ) : સુમધુર ગીતોના અમર સર્જક. સંગીતજ્ઞોના કુટુંબમાં જન્મેલા ઉસ્તાદ ગુલામ મોહમ્મદના પિતા નબી બક્ષ, કુશળ તબલાવાદક હતા, જે નાટકોમાં સંગીત આપતા. ગુલામમાં નાનપણથી જ તબલાં પ્રત્યેનું આકર્ષણ જોઈને પિતાએ તેમને તબલાં શિખવાડ્યાં. માત્ર છ વર્ષની ઉંમરે ગુલામે ન્યૂ આલ્બર્ટ થિએટ્રિકલ…
વધુ વાંચો >ત્રિપાઠી, એસ. એન.
ત્રિપાઠી, એસ. એન. (જ. 14 માર્ચ 1913, કાશી, ઉત્તરપ્રદેશ; અ. 28 માર્ચ 1988, મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રખ્યાત સંગીતકાર, લેખક, અભિનેતા, ફિલ્મનિર્માતા તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિત્વ. ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ જે દિવસે રજૂ થઈ હતી, તે દિવસે બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ શ્રીનાથ ત્રિપાઠી, દાદા પંડિત ગણેશદત્ત ત્રિપાઠી અને પિતા…
વધુ વાંચો >દાસગુપ્તા, કમલ
દાસગુપ્તા, કમલ (જ. 28 જુલાઈ 1912, બાંગ્લાદેશ; અ. 20 જુલાઈ 1974, ઢાકા) : બંગાળી અને હિન્દી સિનેમાના લોકલાડીલા સંગીતસર્જક. મૂળ નામ કમલપ્રસન્ન દાસગુપ્તા. જન્મ વૈદ્ય બ્રાહ્મણ કુટુંબમાં. પિતાનું નામ તારાપ્રસન્ન દાસગુપ્તા અને માતાનું નામ કામિનીરંજન દાસગુપ્તા. માતા-પિતા શાસ્ત્રીય સંગીતમાં કુશળ હતા. કમલદાસ તેમના નાના ભાઈ શુબલ સાથે રેડિયોમાં ચાંદ-સૂરજ નામે…
વધુ વાંચો >નદીમ-શ્રવણ
નદીમ-શ્રવણ : નદીમ અખ્તર સૈફી (જ. 6 ઑગસ્ટ 1954, મુંબઈ); શ્રવણકુમાર રાઠોડ (જ. 13 નવેમ્બર 1954, રાજસ્થાન; અ. 22 એપ્રિલ 2021, મુંબઈ) : પરંપરાગત ભારતીય વાજિંત્રોનો સમકાલીન સંગીત સાથે સમન્વય કરનાર સંગીતકાર બેલડી. શ્રી નદીમ સૈફીના પિતા મુંબઈમાં વ્યવસાયી હતા. તેમના દાદાને અંગ્રેજ સરકાર તરફથી ‘ખાન બહાદુરસાહેબ’નું બિરુદ મળેલું. બાળપણથી…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, તિમિર બરન
ભટ્ટાચાર્ય, તિમિર બરન (જ. 10 જુલાઈ, 1901, કૉલકાતા અ. 29 માર્ચ 1989, કૉલકાતા) : ભારતીય ઑરકેસ્ટ્રાનો પાયો નાંખનાર. તિમિર બરન ભટ્ટાચાર્ય સંસ્કૃત ભાષાના પંડિત પરિવારનું સંતાન હતા. દાદા મિહિર ભટ્ટાચાર્ય અને પિતા જ્ઞાનેન્દ્રનાથ ભટ્ટાચાર્ય – બંને પ્રખર સંગીતજ્ઞ હતા. ઘરનું સંગીતમય વાતાવરણ તેમને સંગીતની દુનિયામાં ખેંચી લાવ્યું. ચૌદ વર્ષની ઉંમરે…
વધુ વાંચો >લાહિરી, બપ્પી
લાહિરી, બપ્પી (જ. 27 નવેમ્બર 1952, પં. બંગાળ અ. 15 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : ‘તું મેરી મંઝિલ’થી ‘રંભા હો’ સુધીની સફર ખેડનાર ડિસ્કોકિંગ. એક ઘરેડથી અલગ, કંઈક અલગ જ મિજાજનું સંગીત પીરસનાર સંગીતકાર એટલે બપ્પી લાહિરી. આમ તો એમનું મૂળ નામ આલોકેશ. જલપાઈગુરી, પશ્ચિમ બંગાળમાં જન્મેલ આલોકેશ, તેમનાં માતા-પિતા અપરેષ…
વધુ વાંચો >