ફેરોએલૉય : ધાતુમિશ્રિત પોલાદ (alloy steels) ઉત્પન્ન કરવા માટે પોલાદના પિગળણ(melt)માં ઉમેરવામાં આવતી મિશ્ર ધાતુઓનો અગત્યનો સમૂહ. સામાન્ય રીતે આવી મિશ્ર ધાતુમાં લગભગ 50 % જેટલી લોહધાતુ (iron, Fe) અને બાકી એક કે વધુ ધાતુ તેમજ અધાતુ તત્વો હોય છે. ફેરોએલૉયનું ગલનબિંદુ તેમાં આવેલ શુદ્ધ ધાતુ કરતાં ઓછું હોય છે.…
વધુ વાંચો >