પ્રવીણસાગર સત્યપંથી
અગ્નિરોધન
અગ્નિરોધન (fire-proofing) : દહનશીલ પદાર્થના દહનના વેગને ઘટાડી શકે તેવી પ્રવિધિ. આગ માટે બળતણ, ઑક્સિજન અને ગરમી – આગત્રિકોણ – જરૂરી છે. આ ત્રિપુટીમાંથી એકને દૂર કરતાં આગ બુઝાઈ જાય છે. આધુનિક સંશોધને આમાં ચોથું પરિબળ – મુક્ત મૂલકો (free radicals) – ઉમેર્યું છે. આગ સતત ચાલુ રહેવાનું કારણ મુક્ત…
વધુ વાંચો >અણુચાળણી
અણુચાળણી (molecular sieves) : વિશિષ્ટ પ્રકારની અણુરચના ધરાવતા, અતિસૂક્ષ્મ છિદ્રાળુ (ultraporous) (d = 5 – 10 Å) અને વિવિધ અણુઓ પ્રત્યે ચાળણી તરીકે વર્તતાં ઝિયોલાઇટ પ્રકારનાં સ્ફટિકમય ઍલ્યુમિનોસિલિકેટ સંયોજનો. તેમનું સામાન્ય સૂત્ર છે જ્યાં M ધાતુનો આયન અને n તેની સંયોજકતા છે. કુદરતમાં મળી આવતાં ઝિયોલાઇટ જેવાં કે ચેબેઝાઇટ [(Ca,Na2)Al2Si4O12,6H2O)], મેલિનાઇટ…
વધુ વાંચો >અણુઘૂર્ણન
અણુઘૂર્ણન (molecular rotation) : પ્રકાશક્રિયાશીલ પદાર્થના વિશિષ્ટ ઘૂર્ણન ને તેના અણુભારથી ગુણતાં મળતી સંખ્યા. અહીં અણુઘૂર્ણન અને MW અણુભાર છે. અણુઘૂર્ણનની આ રીતે મેળવેલી કિંમત ઘણી ઊંચી હોવાથી સમીકરણની જમણી બાજુને 1૦૦ વડે ભાગીને આ કિંમત દર્શાવવામાં આવે છે. ધ્રુવીભૂત પ્રકાશના તલને એક અથવા બીજી દિશામાં ફેરવવાના ગુણધર્મને પ્રકાશક્રિયાશીલતા કહેવામાં…
વધુ વાંચો >અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement)
અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement) : અણુમાંના પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું સહસંયોજકતાબંધ સહિત સ્થળાંતર (migration) થતું હોય તેવી પ્રક્રિયા. અણુસૂત્રમાં ફેરફાર ન થાય તેવી રીતના પુનર્વિન્યાસમાં સમઘટકો (isomers) ઉત્પન્ન થતા હોવાથી તે સમઘટકીકરણ (isomerisation) તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે પુનર્વિન્યાસ વિસ્થાપન (substitution), યોગશીલ (addition) અને વિલોપન (elimination) પ્રક્રિયાના અનુસંધાનમાં થાય છે.…
વધુ વાંચો >અનુયુરેનિયમ તત્ત્વો
અનુયુરેનિયમ તત્ત્વો (transuranium અથવા transuranic elements) : યુરેનિયમ (92U) કરતાં વધુ પરમાણુક્રમાંક (93 અને તેથી વધુ) ધરાવતાં રાસાયણિક તત્વો. કુદરતમાં ઠીક ઠીક જથ્થામાં પ્રાપ્ત થતું ભારેમાં ભારે તત્ત્વ યુરેનિયમ છે જેનો પરમાણુક્રમાંક 92 છે. 1940માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી ખાતે મેકમિલન અને એબલસને દર્શાવ્યું કે જ્યારે યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો…
વધુ વાંચો >અલ્જિનિક ઍસિડ
અલ્જિનિક ઍસિડ : મેન્યુરૉનિક અને ગ્લુકુરૉનિક ઍસિડ એકમોનો રેખીય (linear) બહુલક (polymer). આ ઍસિડનો ક્ષાર (અલ્જિન) ભૂખરા રંગની સમુદ્ર-શેવાળમાં મળે છે. સ્ટેનફર્ડને 1880માં આયોડિનના નિષ્કર્ષણની વિધિને સુધારવાના પ્રયત્ન દરમ્યાન અલ્જિન સૌપ્રથમ મળ્યું હતું. અલ્જિનિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટે મૅક્રોસિસ્ટિક પાયરિફેરા, વિવિધ પ્રકારની લેમિનેરિયા અને એસ્કોફાઇલમ નોડોસમ જાતની સમુદ્ર-શેવાળો વપરાય છે.…
વધુ વાંચો >અવપાત
અવપાત (fallout) : વાતાવરણમાંથી પૃથ્વી પર નીચે આવતો વિકિરણધર્મી (radioactive) પદાર્થો રૂપી કચરો (debris). આવા પદાર્થો ત્રણ કારણોને લીધે ઉત્પન્ન થાય છે : (1) કુદરતી, (2) ન્યૂક્લિયર અને થરમૉન્યૂક્લિયર વિસ્ફોટ અને (3) પરમાણુ-રિયૅક્ટરમાં ચાલતી વિખંડન(fission)ક્રિયાને કારણે પેદા થતા વિકિરણધર્મી પદાર્થો. વાતાવરણમાં કૉસ્મિક કિરણોને લીધે કાર્બન અને હાઇડ્રોજનના વિકિરણધર્મી સમસ્થાનિકો પેદા…
વધુ વાંચો >અશ્રુવાયુ
અશ્રુવાયુ (tear gas) : આંખમાં બળતરા ઉત્પન્ન કરી વિપુલ પ્રમાણમાં આંસુ લાવનાર (lachrymators) અને આંખ ઉઘાડવાનું પણ મુશ્કેલ બનાવનાર વાયુરૂપ પદાર્થો. બેકાબૂ ટોળાને વિખેરવા સામાન્ય રીતે આ પદાર્થો વપરાય છે. આ પદાર્થોમાં હેલોજન અવશ્ય હોય છે અને તે ઘન કે પ્રવાહી રૂપે કે હાથબૉમ્બ (ગ્રેનેડ) રૂપે પણ હોઈ શકે. આ…
વધુ વાંચો >અષ્ટકનો નિયમ
અષ્ટકનો નિયમ (law of octaves) : જે. એ. આર. ન્યૂલૅન્ડ્ઝે 1865માં રાસાયણિક તત્વોને પરમાણુભારના ચડતા ક્રમમાં ગોઠવીને બતાવ્યું કે આ રીતે તત્વોને હારમાં ગોઠવવામાં આવતાં હારમાંના દરેક આઠમા તત્વના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો મળતા આવે છે. આને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. સંગીતમાં દરેક આઠમો સૂર મળતો આવે છે તેની…
વધુ વાંચો >અસમમિત સંશ્લેષણ
અસમમિત સંશ્ર્લેષ્ણ (asymmetric synthesis) : શુદ્ધ પ્રતિબિંબરૂપ (enantiomer) અથવા એક પ્રતિબિંબરૂપનું પ્રમાણ વધુ હોય તેવું પ્રતિબિંબરૂપોનું મિશ્રણ, વિભેદન (resolution) પદ્ધતિના ઉપયોગ વગર મેળવવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓ. કાર્બન પરમાણુની સાથે વિવિધ ચાર સમૂહો ત્રિપરિમાણમાં એવી રીતે ગોઠવી શકાય કે જેથી પેદા થતી બે રચનાઓ (સમઘટકો – isomers) વચ્ચેનો સંબંધ વસ્તુ અને…
વધુ વાંચો >