પૂનમભાઈ તળપદા

ઊંટ

ઊંટ : ‘રણના વહાણ’ તરીકે જાણીતું પ્રાણી. સસ્તન; શ્રેણી : સમખુરીય (artiodactyla); કુળ : કૅમૅલિડે; પ્રજાતિ અને જાતિ : Camelus dromodarius (ભારતનું સામાન્ય વતની). ઊંટ રેતી ઉપર ચાલવા માટે અનુકૂળ પહોળા પગ, જરૂર પડ્યે બંધ થઈ જાય એવાં નાસિકાછિદ્રો અને અંતર્ગઠિત પાંપણ ધરાવે છે. આમ તો ઊંટની બે જાતો હોય…

વધુ વાંચો >

ગાય

ગાય શ્રેણી સમખુરી (artiodactyla) અને કુળ બોવિડેનું વાગોળનારું સસ્તન પ્રાણી. દુધાળા ઢોર તરીકે જાણીતી ગાય ભારતમાં પવિત્ર ગણાય છે. ગાયનો સમાવેશ બૉસ પ્રજાતિમાં થાય છે અને તેની બે જાતો છે : (1) ભારતીય ગાય (Bos indicus) (2) વિદેશી ગાય (Bos taurus). ભારતીય ગાય બ્રાહ્મણ અથવા zebu તરીકે ઓળખાય છે, જ્યારે…

વધુ વાંચો >

ડુક્કર

ડુક્કર (pig/swine) : સમખુરી (artiodactyla) શ્રેણીનું બિન-વાગોળનાર સુસ પ્રજાતિનું સસ્તન પ્રાણી. ભારતના પાલતુ ડુક્કરનું શાસ્ત્રીય નામ : sus cristatus. જંગલી ડુક્કર (શાસ્ત્રીય નામ Sus scrota) તેના એક વખતના પૂર્વજો હતા. ડુક્કર વરાહ કે ભુંડ તરીકે પણ જાણીતું  છે. શૂકર અથવા સૂવર (hog) તેનાં અન્ય નામો છે. અંગ્રેજીમાં નર, માદા અને…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

બળદ

બળદ ધાર્મિક, સામાજિક અને આર્થિક ર્દષ્ટિએ માનવીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતું એક તૃણાહારી નર પ્રાણી. વર્ગીકરણની ર્દષ્ટિએ તેનો સમાવેશ સસ્તન વર્ગ, સમખુરી (artiodactyle) શ્રેણીના બોવિડે કુળમાં થાય છે. ભારતીય બળદનું શાસ્ત્રીય નામ Bos indicus છે. પરદેશમાં ખૂંધ વગરના (દા.ત., જર્સી) બળદ પણ હોય છે. તેમને Bos taurus કહે છે. આદિકાળમાં…

વધુ વાંચો >