પિનાકિન ર. શેઠ

જળમાર્ગી પરિવહન

જળમાર્ગી પરિવહન : વ્યક્તિ તથા વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનાં ત્રણ પ્રમુખ સ્વરૂપોનું એક. ભૂમાર્ગી, જળમાર્ગી તથા વાયુમાર્ગી પરિવહન સ્વરૂપોમાં જળમાર્ગી પરિવહન સૌથી પ્રાચીન છે તથા માનવજાતિના સાંસ્કૃતિક વિકાસમાં તેનું પ્રદાન સૌથી મહત્વનું છે. અતિ પ્રાચીન કાળમાં માણસ પોતાના પગના સહારે જ સ્થળાંતર કરતો ત્યારે વસ્તુઓની મોટા પાયે હેરફેર…

વધુ વાંચો >

વ્યવસ્થાગત રચના

વ્યવસ્થાગત રચના : ઔદ્યોગિક એકમમાં સંચાલકે નીમેલા અધિકારીઓ, મદદનીશો અને તજ્જ્ઞો ઉત્પાદનકાર્ય યોજનાબદ્ધ અને સમયસર કરે તેવી વ્યવસ્થા કરવા માટે સંચાલકે ગઠિત કરેલાં જુદા જુદા પ્રકારનાં માળખાં. ઔદ્યોગિક એકમનું સંચાલન અનેક પ્રવૃત્તિઓથી સંકળાયેલું હોય છે, તેથી ટોચનો સંચાલક એકલા હાથે બધાં કાર્યો કરી શકે નહિ અને અન્ય વ્યક્તિઓની મદદ લેવાનું…

વધુ વાંચો >

વ્યવસ્થાતંત્ર

વ્યવસ્થાતંત્ર : ઉદ્યોગમાં ઉત્પાદનના કાર્યને ઓળખીને તથા તેનું ઉપકાર્યોમાં વિભાજન કરીને જવાબદાર અધિકારીઓ તથા તેમના હાથ નીચેના કર્મચારીઓની મદદથી પ્રત્યેક ઉપકાર્ય અસરકારક રીતે અને સંપૂર્ણ કાર્ય લઘુતમ ખર્ચે કરાવી શકાય તેવા સત્તા-સંબંધોની સ્થાપના. ઔદ્યોગિક એકમોમાં તૈયાર માલનું ઉત્પાદન પ્રબંધ-પ્રથાના વ્યવસ્થાતંત્રની મદદથી કરવામાં આવે છે. આ પ્રથા મુજબ ઉત્પાદનના અંતિમ એકમનું…

વધુ વાંચો >