પરબતભાઈ ખીમજીભાઈ બોરડ

ગુલાબી ઇયળ

ગુલાબી ઇયળ : કપાસના પાક ઉપરાંત ભીંડા, શેરિયા, હૉલીહૉક, ગુલનેરા, કાંસકી જેવા અન્ય માલવેસી કુળના છોડવા ઉપર જોવા મળતી જીવાત. આ કીટકનો રોમપક્ષ (lepidoptera) શ્રેણીનાં ગેલેચિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ જીવાતની નાની ઇયળ પીળાશ પડતી સફેદ અને કાળા માથાવાળી હોય છે, જ્યારે મોટી ઇયળ ગુલાબી રંગની હોય છે,…

વધુ વાંચો >

વાંદરાં (ઉપદ્રવ અને નિયંત્રણ)

વાંદરાં (ઉપદ્રવ અને નિયંત્રણ) : આપણા દેશમાં વાંદરાંની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. તે પૈકી લાલ મોઢાવાળાં વાંદરાં મકાકા મુલાટા (Macaca Mullatta Zimmerman) અને કાળા મોંવાળાં વાંદરાં પ્રેસ્બિટિસ એન્ટેલસ (Presbytis entellus Dufresne) તરીકે ઓળખાય છે. તેને લંગૂર પણ કહે છે. લાલ મોંવાળાં વાંદરાં મુખ્યત્વે ઉત્તર ભારતનાં રાજ્યો અને તાપી…

વધુ વાંચો >

શિંગડાંવાળી ઇયળ (Horned caterpillar)

શિંગડાંવાળી ઇયળ (Horned caterpillar) : ડાંગરના પાકમાં નુકસાન કરતી માથા પર લાલ રંગનાં બે શિંગડાં જેવી રચનાવાળી જીવાત. ભારતના ડાંગર પકવતાં લગભગ બધાં જ રાજ્યોમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. તે એક ગૌણ જીવાત છે. તેનું વૈજ્ઞાનિક નામ મેલાનિટિસ લેડા ઇસ્મેન (Melanitis Leda ismene, Cramer) છે. તેનો રોમપક્ષ (Lepidoptera)…

વધુ વાંચો >

શિંગમાખી

શિંગમાખી : તુવેર ઉપરાંત સોયાબીન અને ચોળામાં ઉપદ્રવ કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ મેલાનાગ્રૉમાય્ઝા ઑબ્ટુસા (Melanagromyza obtusa, Malloch) છે, જેનો દ્વિપક્ષ (Diptera) શ્રેણીના ઍગ્રોમાયઝિડી (Agromyzidae) કુળમાં સમાવેશ થયેલ છે. આ જીવાતનો ઉપદ્રવ ભારતભરમાં જોવા મળે છે. માખી ચળકતા કાળા રંગની હોય, જે ઘરમાખી કરતાં સહેજ નાની હોય છે. માદા માખી તુવેરની…

વધુ વાંચો >

હીરાફૂદું

હીરાફૂદું : કોબી, ફ્લાવર, રાયડાના પાકો પરની નુકસાનકારક ફૂદાની જાત. અંગ્રેજીમાં ડાયમંડ બૅક મૉથ (Diamond back moth) તરીકે ઓળખાતી આ જીવાતનું વૈજ્ઞાનિક નામ પ્લુટેલ્લા ઝાયલોસ્ટેલા (Plutella xylostella Linn.) છે. તેનો સમાવેશ રોમપક્ષ શ્રેણીના પ્લુટેલિડી (Plutellidae) કુળમાં થયેલ છે. તેનો ફેલાવો લગભગ દુનિયાના બધા જ દેશોમાં થયેલો છે. આ કીટક કોબી,…

વધુ વાંચો >