પંકજ દેસાઈ

ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ

ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ (જ. 4 માર્ચ 1913, લાલપુર, જિ. જામનગર; અ. મે 2004, અમદાવાદ) : આઝાદીની લડતના સેનાની અને રચનાત્મક કાર્યકર. તેઓ દાંતના ડૉકટર અને કુદરતી ઉપચારના નિષ્ણાત હતા. જન્મ બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થયું. બાળપણ અમદાવાદમાં વિતાવ્યું. શાળાના અભ્યાસકાળ દરમિયાન છાપાંઓ વહેંચવાં જેવાં નાનાંમોટાં…

વધુ વાંચો >

ઠાકોર, બળવંતરાય પ્રમોદરાય

ઠાકોર, બળવંતરાય પ્રમોદરાય (જ. 21 ઑગસ્ટ 1878, અમદાવાદ; અ. 21 જાન્યુઆરી 1939) : રાષ્ટ્રપ્રેમી કેળવણીકાર અને સ્વાતંત્ર્યસેનાની. આર. સી. હાઈસ્કૂલમાં  શિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત કૉલેજમાં જોડાયા અને બી.એ. થયા. ત્યારપછી શિક્ષણવિદ્યામાં એસ.ટી.સી. પદવી મેળવી. 1908માં સરકારી નોકરીમાં સ્વમાનભંગ થતાં તેનો ત્યાગ કર્યો અને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરી. 1920માં સ્વાતંત્ર્યની લડતમાં…

વધુ વાંચો >

દેસાઈ, ઠાકોરભાઈ મણિભાઈ

દેસાઈ, ઠાકોરભાઈ મણિભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1903, વેગામ, દક્ષિણ ગુજરાત; અ. 15 જૂન 1971, અમદાવાદ) : ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. ઠાકોરભાઈએ પ્રાથમિક શિક્ષણ વેગામની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ ભરૂચ અને થાણાની હાઈસ્કૂલમાં લીધું હતું. 1919માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા. સરકારી કૉલેજો છોડવાની ગાંધીજીની…

વધુ વાંચો >