નોંથોમ્બમ વીરેનસિંહ

નોંથોમ્બમ, વીરેનસિંહ

નોંથોમ્બમ, વીરેનસિંહ (જ. 1945, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મપાલ નાઇદબસિદા’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1993ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. 1965માં બી.એ. શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ. અત્યારે ડી.એમ. કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ, ઇમ્ફાલમાં મણિપુરી ભાષાના ટ્યૂટર. તેમણે 3 કાવ્યસંગ્રહો ઉપરાંત ટૂંકી વાર્તાનો સંગ્રહ તથા લઘુ નાટકોનો સંગ્રહ…

વધુ વાંચો >