નીના જયેશ ઠાકોર
શિરોડકર, તારાબાઈ
શિરોડકર, તારાબાઈ (જ. 1889, શિરોડા, ગોવા; અ. 6 જુલાઈ 1949, મુંબઈ) : ભારતનાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયિકા. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે તત્કાલીન પ્રસિદ્ધ સંગીતકાર રામકૃષ્ણબુવા વઝે પાસેથી અને ત્યારબાદ ભાસ્કરબુવા બખલે પાસેથી મેળવ્યું. ભાસ્કરબુવા બખલે પાસેથી લગભગ એક વર્ષ સુધી તેમણે સઘન તાલીમ પ્રાપ્ત કરી. રિયાઝ અને પરિશ્રમથી…
વધુ વાંચો >શોરી મિયાં
શોરી મિયાં (જ. ઝંગસિયાલ, પંજાબ; અ. 19મી સદી પૂર્વાર્ધ, લખનૌ) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ઉપશાસ્ત્રીય શૈલીમાં ગવાતા ‘ટપ્પા’ પ્રકારના સર્જક કલાકાર. શોરી મિયાંને સંગીતનો ખૂબ જ શોખ હતો; પરંતુ તેમનો અવાજ ઘણો પાતળો હોવાને કારણે ખ્યાલ ગાયકી માટે અનુકૂળ ન હતો. તેથી પોતાના અવાજને યોગ્ય હોય તેવી ગાયનશૈલીનું સર્જન કરવાનો…
વધુ વાંચો >સવિતાદેવી
સવિતાદેવી (જ. 7 એપ્રિલ 1942, બનારસ) : ઉત્તર હિંદુસ્તાનની ઉપશાસ્ત્રીય સંગીતનાં ગાયિકા તથા સિતારવાદક. તેઓ સુપ્રસિદ્ધ ઠૂમરી ગાયિકા સિદ્ધેશ્વરીદેવીનાં પુત્રી થાય છે. બાળપણથી જ તેમને સંગીતમાં રુચિ હતી. માતાને રિયાઝ કરતાં સાંભળીને તે પણ ગાયાં કરતાં, પરંતુ સંગીતશિક્ષણની શરૂઆત તેમણે સિતારથી કરી. શાળામાં માસ્ટર વિમલાનંદન ચેટર્જી પાસે સિતારની શરૂઆતની તાલીમ…
વધુ વાંચો >